15 જાન્યુઆરીના મહત્વના સમાચાર : મહેસાણાના લાડોલ ગામમાં પતંગ ચગાવવા બાબતે લોહિયાળ જંગ, 11 સામે નોંધાયો ગુનો
Gujarat Live Updates: આજ 15 જાન્યુઆરીના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES
-
સુરત શહેરના સચિનમાં પતંગ ચગાવતા ધાબા પરથી પટકાતા 16 વર્ષીય કિશોરીનું મોત
સુરત શહેરના સચિનમાં પતંગ ચગાવતા ધાબા પરથી પટકાતા 16 વર્ષીય કિશોરીનું મોત થયું છે. જય રાધે સોસાયટીમાં ધાબા પર મંટુ નામની કિશોરી પતંગ ચગાવી રહી હતી. પતંગ ચગાવતા ચગાવતા કિશોરી અચાનક નીચે પટકાઈ ગઈ હતી. ઘટનાને લઈને સોસાયટીના લોકો દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ કિશોરીને સારવાર અર્થ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. કિશોરીને સારવાર મળે તે પહેલા તબીબોએ મૃતક જાહેર કરી. કિશોરીનું અચાનક મોત નીપજતા પરિવાર શોકમાં મગ્ન થયો છે. સચિન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
-
મહેસાણાના લાડોલ ગામમાં પતંગ ચગાવવા બાબતે લોહિયાળ જંગ, 11 સામે નોંધાયો ગુનો
લાડોલ ગામમાં પતંગ ચગાવવા બાબતે લોહિયાળ જંગ, સામસામી ફરિયાદ. રામાપીર ચોક પાસે પતંગના પેચ લડાવવા બાબતે બે જૂથો વચ્ચે ખેલાયો ખૂની ખેલ. એક પક્ષે છરી અને લોખંડની પાઇપ વડે હુમલો કરતા યુવકને ગંભીર ઈજા થઈ હતી. જાનથી મારી નાખવાના ઈરાદાથી પેટમાં છરી અને માથામાં પાઇપ ઝીંકી. સામસામે કુલ 11 શખ્સો સામે ગુનો નોંધાયો, પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો. ઈજાગ્રસ્તોને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા. ઉત્તરાયણના પર્વે પતંગની અદાવતમાં ગામમાં તંગદિલીનો માહોલ.
-
-
જસદણ પંથકના આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને આજે ફટકારાશે સજા
જસદણ પંથકના આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને આજે ફટકારાશે સજા. કોર્ટે આરોપી રામસિંગને દોષિત જાહેર કર્યો છે. 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારીને, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં ગંભીર ઇજા પહોંચાડી હતી. પોલીસ પંચનામા દરમિયાન આરોપી રામસિંગે ભાગવાની કોશિષ કરતા પોલીસે પગમાં ગોળી મારી હતી. આ કેસમાં પોલીસે માત્ર 10 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી હતી.
-
જ્વેલર્સની દુકાનની પાછળની દિવાલમાં બાકોરું પાડીને 17 લાખથી વધુની કરાઈ ચોરી
જામનગરના ધ્રોલમાં એક જ્વેલર્સની દુકાનમાં ચોરીથી ચકચાર મચી જવા પામી છે. તસ્કરોએ દુકાનની પાછળની દીવાલમાં બાકોરુ પાડીને ચોરીને અંજામ આપ્યો હતો. ધ્રોલ નગરપાલિકા સામે આવેલ તુલજા ભવાની જ્વેલર્સમાં ચોરી થવા પામી છે. આરોપીઓ સોના ચાંદીના દાગીના સહિત રૂ.17,58000 નો મુદામાલ ચોરી ગયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ફરિયાદ નોંધાતાની સાથે ધ્રોલ પોલીસ અને જામનગર SOG પોલીસ ઘટના સ્થળે પહોચી હતી.
-
અમિત શાહના હસ્તે આદિ શંકરાચાર્ય ગ્રંથ ભાગ 1 થી 15 નું વિમોચન
ગુજરાત પ્રવાસના આજે ત્રીજા દિવસે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, ટાગોર હોલ ખાતે પુસ્તક વિમોચન કરશે. સસ્તુ સાહિત્ય દ્વારા આયોજીત પુસ્તક વિમોચનના આ કાર્યક્રમમાં આદિ શંકરાચાર્ય ગ્રંથનું અમિત શાહના હસ્તે વિમોચન કરાશે. આદિ શંકરાચાર્ય ગ્રંથ ભાગ 1 થી 15 નું વિમોચન છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સાહિત્ય રસિકોની ઉફસ્થિતિ રહી છે.
-
-
Ahmedabad News : ચાઈનીઝ દોરીને કારણે જુહાપુરામા એક યુવકનો ગાલ ચિરાઈ ગયો
અમદાવાદના જુહાપુરામાં ચાઈનીઝ દોરીને કારણે સર્જાયો અકસ્માત. ચાઈનીઝ દોરીથી મોપેડ ચાલક યુવકનો ગાલ ચિરાઈ ગયો. ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. પ્રતિબંધ હોવા છતાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગ્યા હતા. જેના કારણે આ ઘટના બનવા પામી છે.
-
સુરત શહેરના વેસુના લાલ ઘોડા વિસ્તારમાં પતંગની દોરીના કારણે મોપેડ ચાલકનુ મોત
સુરત શહેરના વેસુના લાલ ઘોડા વિસ્તારમાં પતંગની દોરીના કારણે મોપેડ ચાલકનુ મોત થયું છે. પતંગની દોરીના કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 23 વર્ષે યુવકનુ મોત થયું છે. મોપેડ પર જતા સમયે પતંગની દોરી લાગવાથી એક્સિડન્ટ થયો હતો. અકસ્માત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો તે પહેલા યુવકનુ મોત થયું.
-
આજે 15 જાન્યુઆરીને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Jan 15,2026 11:42 AM