વંદે ભારત ટ્રેનમાં નહીં હોય VIP કે ઈમરજન્સી કોટા, ટ્રેન માટે મળશે માત્ર કન્ફર્મ ટિકિટ
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પાવરપોઈન્ટ પ્રેજેન્ટેશન દ્વારા જાણકારી આપી છે. તે મુજબ 16 ડબ્બાવાળી આ ટ્રેનમાં 11 ડબ્બા થર્ડ એસી, ચાર ડબ્બા સેકન્ડ એસી અને એક ડબ્બો ફર્સ્ટ ક્લાસ એસીનો સામેલ છે. કુલ 823 સીટમાં 611 થર્ડ એસી છે.

દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન પાટા પર દોડવા માટે તૈયાર છે. જે ભારતીય રેલવે માટે એક અલગ જ અનુભવ છે.

આ ટ્રેન આરમદાયક હોવાની સાથે તેના નિયમો પણ અલગ હશે. વંદે ભારત સ્લીપર ટ્રેનમાં વેટિંગની ઝંઝટ હશે નહી. ટુંકમાં કન્ફોર્મ ટિકિટ હશે તો જ તમે મુસાફરી કરી શકશો.

આપણે વંદે ભારતની સ્લીપર ટ્રેનના નિયમો જોઈએ તો.વંદે ભારત સ્લીપર ટ્રેનમાં આરએસી હશે. વેટિંગ લિસ્ટ હશે, ટુંકમાં જો તમારી પાસે કન્ફોર્મ ટિકિટ નહી હોય તો મુસાફરી કરી શકશો નહી. અડધો બર્થ કે શેરિંગની ઝંઝટ દુર થશે.

અંતર ઓછું હોય તો પણ લઘુત્તમ ભાડું 400 કિમી જેટલું જ છે. ઓછામાં ઓછું 400 કિમી ભાડું ચૂકવવું પડશે. મુસાફરોને કન્ફર્મ બર્થ અને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ભાડાની વાત કરીએ તો (400 કિમી સુધી) 3AC – 960,2AC – 1240,1AC – 1520,GST વધારાનું. ટ્રેનની સ્પીડ 180ની હશે. પરંતુ સુરક્ષાને કારણે 130ની સ્પીડે ચાલશે.

આ ટ્રેનનો પહેલો રુટ હાવડાથી ગુવાહાટીનો હશે. જેનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. આ ટ્રેન પશ્ચિમ બંગાળ અને આસામના અનેક જિલ્લામાંથી થઈ પસાર થશે. જેમાં કુલ 16 કોચ હશે. 11 થર્ડ એસી, 4 સેકન્ડ એસી અને 1 ફર્સ્ટ એસી કોચ સામેલ હશે.

ભાડું રાજધાની એક્સપ્રેસ કરતા થોડું વધારે હશે, પરંતુ સુવિધાઓની દ્રષ્ટિએ તે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આરામદાયક, સ્પીડ અને કન્ફર્મ સીટ તેને ખાસ બનાવે છે.

સાંજે ચાલનારી આ ટ્રેન હવે યાત્રિકોને એક નવો લક્ઝરી અનુભવ આપશે. આ એક એવી ટ્રેન છે જે સાંજે ચાલવાથી સવારે મુસાફરો તેના સ્થાને પહોંચશે.જેનાથી સમયની બચત થશે અને સફર પણ આનંદદાયક રહેશે.
ટ્રાવેલ એટલે કે એક જગ્યાને છોડીને બીજી જગ્યાએ ફરવા માટે જવું. ઘણી વાર લોકો મનની શાંતિ માટે ફરવા જાય છે તો કેટલીક વાર બાળકોની સાથે નાની પિકનીક પણ મનાવે છે. અહી ક્લિક કરો
