AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે લાંબા નખ રાખો છો, તો થઈ જજો સાવધાન, આ રીતે થાય છે સ્વાસ્થ્ય પર આડઅસર…

Nail Extension Side Effects: આજના સમયમાં નખને સુંદર બનાવવાનો ટ્રેન્ડ ખૂબ જ મોટા પ્રમાણ વધી રહ્યો છે. આ ટ્રેન્ડમાં જો તમે સાવચેતી નહીં રાખો તો નુકસાનકારક પણ બની જાય છે.

શું તમે લાંબા નખ રાખો છો, તો થઈ જજો સાવધાન, આ રીતે થાય છે સ્વાસ્થ્ય પર આડઅસર...
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2026 | 4:22 PM
Share

આજકાલ લોકોમાં નેઇલ એક્સટેન્શન અને એક્રેલિક નખનો પ્રભાવ વધુ લોકપ્રિય બનતો જાય છે. લોકો લાંબા, ચમકદાર ઉપરાંત સ્ટાઇલિશ નખને અત્યંત સુંદર માને છે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે વારંવાર આવી વસ્તુઓનો ઉપયોગથી ત્વચા અને નખ માટે હાનિકારક હોઈ શકે છે. આને લગાવવા માટે વાપરવામાં આવતી UV પ્રકાશ અને અમુક રસાયણો સ્વાસ્થ્ય માટે ચિંતાઓ ઊભી કરે છે

એક્રેલિક નખ લગાવવાની શું છે પ્રક્રિયા

ઓન્કોલોજી સર્જન ડૉ. જય આર. અનમે મીડિયા સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે એક્રેલિક નખ દેખાવમાં સુંદર તેમજ લાંબા સમય સુધી ટકી શકે તેવા હોય છે. એક્રેલિક નખ લગાવવાની પ્રક્રિયામાં એક ખાસ પાવડર અને પ્રવાહી પદાર્થનું મિશ્રણ કરીને નખ પર લગાવવામાં આવે છે, ત્યારબાદ તેને UV લેમ્પ હેઠળ મજબૂત બનાવવામાં આવે છે. આ UV પ્રકાશ ચિંતાનું કારણ હોય છે. નિષ્ણાતો કહે છે કે UVA કિરણો ત્વચાના કોષના DNA ને નુકસાન પહોંચાડી શકે છે. આ નુકસાન સમય જતાં એકઠું થાય છે, અને લાંબા સમય સુધી વારંવાર સંપર્કમાં રહેવાથી ત્વચાની સમસ્યાઓનું જોખમ વધી જાય છે. ડૉક્ટરો કહે છે કે ક્યારેક ક્યારેક નેઇલ એક્સટેન્શન કરવું ખતરનાક માનવામાં આવતું નથી, પરંતુ જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી આ પ્રક્રિયા ચાલુ રાખે છે, તો જોખમો ધીમે ધીમે વધી શકે છે.

લાંબા સમયે થાય છે ગંભીર અસર

કેટલાક સંશોધનો સૂચવે છે કે લાંબા સમય સુધી યુવી લેમ્પના સંપર્કમાં રહેવાથી તમારી ત્વચા પર નકારાત્મક અસર પડી શકે છે. એક્રેલિક ઉત્પાદનોમાં ફોર્માલ્ડીહાઇડ અને ટોલ્યુએન જેવા રસાયણો હોય છે, જે ત્વચામાં બળતરા અથવા એલર્જીક પ્રતિક્રિયાઓનું કારણ બની શકે છે. જ્યારે આ રસાયણો અને યુવી કિરણો ભેગા થાય છે, ત્યારે તમારી ત્વચા પર વધારાનો દબાણ થઈ શકે છે.

જોકે, નિષ્ણાતો કહેવું છે કે કેટલીક સાવચેતીઓ જોખમ ઘટાડી શકે છે. નેઇલ એક્સટેન્શન કરાવતા પહેલા તમારી આંગળીઓ પર સનસ્ક્રીન લગાવવું તેમજ પરંપરાગત UV લેમ્પ્સને બદલે lED લેમ્પનો ઉપયોગ પ્રમાણમાં સલામત માનવામાં આવે છે.

કઈ બાબતો રાખશો ધ્યાન

ડોકટરો સલાહ આપે છે કે નેઇલ એક્સટેન્શનને રોજિંદાની આદત બનાવવાને બદલે ખાસ પ્રસંગો સુધી મર્યાદિત રાખવું શ્રેષ્ઠ છે. ઉપરાંત આ પ્રક્રિયા હંમેશા વિશ્વનીય સલૂનમાં જ કરાવી જોઈએ. અમુક લોકો ઘરમાં જ એક્રેલિક નખ દૂર કરવાનો પ્રયાસ કરતા હોય છે. પણ આ કરવું ત્વચા અને નખને નુકસાન પહોંચાડી શકે છે. તેથી નિષ્ણાતની મદદ એ સૌથી સલામત પદ્ધતિ માનવામાં આવે છે.

જાણો, ભારતમાં LPG સંકટનો ઇતિહાસ, 2026 પહેલાં આટલા વખત આવી હતી કટોકટી… વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો 

Follow Us
નવરાત્રીમાં ફૂડ સેફ્ટી પર AMCની બાજ નજર, નિયમો તોડશો તો સ્ટોલ થશે સીલ
નવરાત્રીમાં ફૂડ સેફ્ટી પર AMCની બાજ નજર, નિયમો તોડશો તો સ્ટોલ થશે સીલ
વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર
વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર
અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે
અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
g clip-path="url(#clip0_868_265)">