શેરબજારના નબળા વલણ છતાં, મિડકેપ અને સ્મોલકેપમાં લાર્જકેપ રોકાણ પણ ચાલુ છે
શેરબજાર નીચું જઈ રહ્યું છે. શેરબજારમાં ઘણા રોકાણકારો નુકસાન સહન કરી રહ્યા છે. તે જ સમયે, બજારમાં નીચું જઈ રહ્યું હોવાને કારણે મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો પણ ચિંતિત છે. જોકે, કેટલાક ફંડ્સ એવા છે જેણે રોકાણકારોને મોટા નુકસાનથી બચાવ્યા છે. મિડ-કેપ અને સ્મોલ-કેપ ઇન્ડેક્સ ફંડનો સમાવેશ થાય છે.

હાલમાં સ્થાનિક શેરબજારમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે, આવી સ્થિતિમાં કેટલાક મ્યુચ્યુઅલ ફંડ એવા છે જેણે સારું વળતર આપતા જોવા મળી રહ્યું છે.મ્યુચ્યુઅલ ફંડને શેરબજાર કરતા ઓછા જોખમી ગણવામાં આવે છે.

શેરમાર્કેટ છેલ્લા કેટલાક દિવસથી નીચું જઈ રહ્યું છે. પરંતુ SIP સતત ઉંચી જતા જોવા મળી રહી છે.રોકાણકારોએ જાન્યુઆરી મહિનામાં ઈક્વિટી ફંડમાં કુ 39,669નું રોકાણ કર્યું છે.જ્યારે મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં વધુ રોકાણ આવે છે,જ્યારે બજારમાં શેરની ખરીદી વધે છે, ત્યારે તેમના ભાવ વધે છે

હવે આપણે જો સ્મોલકેપ ફંડની વાત કરીએ તો ઓગ્સ્ટ 2024માં 3,209નું રોકાણ જોવા મળ્યું હતુ ત્યારબાદ સ્મોલકેપ ફંડમાં સતત વધારો જોવા મળ્યો છે. જાન્યુઆરી મહિનામાં બજાર નીચું ગયું હોવા છતાં રોકાણકારોએ ભરોસો રાખ્યો છે. જાન્યુઆરીમાં 5.721 કરોડનું રોકાણ થયું છે.

મિડકેપ ફંડસની જો આપણે વાત કરીએ તો તેમાં પણ ઓગ્સ્ટ મહિનાથી રોકાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.ઓગસ્ટ મહિનામાં 3.054નું રોકાણ હતુ. જે એક રિપોર્ટ મુજબ જાન્યુઆરી મહિનામાં 5,148 થયું છે.

2024માં જ્યારે મિડ અને સ્મોલ-કેપ શેરોમાં તેજી હતી, ત્યારે પણ આ ફંડનું ધ્યાન લાર્જ-કેપ્સ પર હતું.છેલ્લાં કેટલાંક વર્ષોમાં મ્યુચ્યુઅલ ફંડ ખૂબ જ લોકપ્રિય બન્યું છે. મ્યુચ્યુઅલ ફંડ્સ ભારતીય શેરબજારમાં હજારો કરોડ રૂપિયાનું રોકાણ કરે છે,

