Knowledge: સ્ટેશન પર ઉભી ના રહેવાની હોય તો કેમ ધીમી પડે છે ટ્રેન, કારણ ખૂબ જ રસપ્રદ છે, લોકો પાયલટને આપવામાં આવે છે કડક સૂચના
શું તમે ક્યારેય નોટ કર્યું છે કે નોન-સ્ટોપ ટ્રેન જે સ્ટેશન પર ઉભી રહેવાની નથી, પરંતુ પસાર થતી વખતે ધીમી પડી જાય છે. આખરે આવું શા માટે કરવામાં આવે છે અને રેલવેએ આ નિયમ શા માટે બનાવ્યો છે. આનું કારણ એકદમ રસપ્રદ છે.


તેની પાછળ રેલવેનો એક નિયમ કામ કરે છે. લોકો પાયલોટ એટલે કે સ્ટેશનો પરથી પસાર થતી વખતે ટ્રેનના ડ્રાઇવરને ટ્રેન ધીમી કરવાની સૂચના હોય છે.

વાસ્તવમાં, જ્યારે પણ ટ્રેન એકસાથે ઘણા ટ્રેક બદલતી હોય છે, ત્યારે તે ફુલ સ્પીડથી ચાલી શકતી નથી. જેના કારણે અકસ્માત થવાની સંભાવના છે.

એટલા માટે મોટા સ્ટેશનો પર જ્યાં ઘણા ટ્રેકોમાં ફેલાયેલા હોય છે અને ટ્રેનને સ્ટેશનમાં પ્રવેશતા પહેલા ટ્રેક બદલવો પડે છે, જેથી ટ્રેનની ગતિ ઓછી કરવામાં આવે છે.

તેનું બીજું કારણ એ છે કે, પ્લેટફોર્મની બાજુથી ટ્રેનને બહાર કાઢતી વખતે પણ ફુલ સ્પીડ જાળવી શકાતી નથી કારણ કે, મોટા ભાગે નોન સ્ટોપ ટ્રેનો મુખ્ય લાઇનમાંથી પસાર થાય છે.

ઘણી વખત મેઈન લાઈનમાં કોઈ કારણસર વ્યસ્ત હોય તો તેને પ્લેટફોર્મ લાઈનમાં પસાર કરવાની ફરજ પાડવામાં આવે છે. એટલા માટે લોકો પાયલોટને સ્પીડ ઓછી કરવી પડશે.

જ્યાં સ્ટેશનની આગળ ડેડ એન્ડ છે, ત્યાં ડ્રાઈવર અગાઉથી જ સ્પીડ ધીમી કરી દે છે.

છત્રપતિ શિવાજી ટર્મિનસમાં પ્રવેશતા પહેલા જ ટ્રેનની સ્પીડ 10 કિમી પ્રતિ કલાકથી નીચે આવી જાય છે.






































































