Vastu Tips : તમે અષ્ટકોણ પ્લોટવાળા ઘરમાં નથી રહેતાને ? જાણો વાસ્તુશાસ્ત્રમાં શું કહ્યું છે
ભારતમાં મોટાભાગના લોકો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર બનાવવાનું પસંદ કરતા હોય છે. પરંતુ જે લોકોને વાસ્તુશાસ્ત્ર અંગે જાણકારી નથી હોતી તેથી ઘણી ભૂલો કરતા હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે વાસ્તુ અનુસાર ક્યા પ્રકારનો પ્લોટ ઘર બનાવવામાં ઉત્તમ માનવામાં આવે છે.

વધતી જતી મોંઘવારીના યુગમાં, જ્યારે માણસની જરૂરિયાતો વધી રહી છે, ત્યારે ઘર બનાવવું એક મોટી સમસ્યા બની ગઈ છે. દરેક માણસ પોતાનું ઘર રાખવાનું સ્વપ્ન જુએ છે. માણસ ગરીબ હોય કે અમીર, તે ઘર બનાવવાનું સ્વપ્ન જુએ છે.

જ્યારે તમે ઘર ખરીદો છો કે ઘર બનાવવા માટે પ્લોટ ખરીદો છો ત્યારે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તે જણાવીશું. તેમજ ક્યાં આકારનો પ્લોટ કે ઘરનું વાસ્તુ શાસ્ત્રમાં શું મહત્વ છે તે જણાવીશું.

દરેક જમીનમાલિકને તેની જરૂરિયાતો અનુસાર નાના, મોટા અને વિવિધ કદના પ્લોટની જરૂર હોય છે. ઘર બનાવવા માટે વિવિધ પ્રકારના પ્લોટ હોય છે,

કેટલાક પ્લોટ ગોળ, ચોરસ, લંબચોરસ, નળાકાર જેવા અનેક પ્રકારના પ્લોટ અને જમીન પર ઘર બનાવતા હોય છે.

અષ્ટકોણ પ્લોટમાં આઠ કોણ હોય છે. આ જમીન ઘરમાલિક અને પ્લોટ માલિક માટે સંપૂર્ણપણે અશુભ અને હાનિકારક માનવામાં આવે છે.

તેમાં રહેવાથી દુઃખ અને ગરીબીનું સામ્રાજ્ય વધે છે. તેમજ ઘરના સભ્યોમાં બીમારી જોવા મળી શકે છે. વ્યક્તિ પાસે રહેલી સંપત્તિ ખોવાઈ જાય છે.

આ ખૂણામાં રહેલી ઘણી આવી જમીન પર ઘર બનાવવામાં વેડફાઈ જાય છે. તેથી જ આવા પ્લોટ પર ઘર બનાવવાનો વિચાર છોડી દેવો જોઈએ. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)( All Image- Unsplash)
તમારી કારકિર્દીમાં ઝડપી સફળતા પ્રાપ્ત કરવા અને આધ્યાત્મિક પ્રગતિ માટે ભક્તિને લગતા અન્ય વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો
