રાજસ્થાનની આ મસ્જિદનું નામ ‘ઢાઈ દિન કા ઝોંપડા’ કેમ રાખવામાં આવ્યું? જાણો તેનો રસપ્રદ ઈતિહાસ

શું તમે રાજસ્થાનના અજમેરમાં આવેલું 'ઢાઈ દિન કા ઝોંપડા' જોયું છે? વાસ્તવમાં તે ઝૂંપડું નથી પણ સેંકડો વર્ષ જૂની મસ્જિદ છે. તે ભારતની સૌથી જૂની મસ્જિદોમાંથી એક છે અને અજમેરનું સૌથી જૂનું સ્મારક છે. હવે તમે વિચારતા હશો કે આ મસ્જિદનું નામ 'ઢાઈ દિન કા ઝોંપડા' કેમ રાખવામાં આવ્યું?

Aug 23, 2021 | 6:41 PM
TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Aug 23, 2021 | 6:41 PM

'ઢાઈ દિન કા ઝોંપડા' એક ઐતિહાસિક ઈમારત છે, જે રાજસ્થાનનાં અજમેર શહેરમાં આવેલી છે.ત્યારે આજે અમે તમને મસ્જિદનો લગભગ 800 વર્ષ જૂના ઇતિહાસ વિશે જણાવીશુ.

1 / 6
વર્ષ 1192માં અફઘાન સેનાપતિ મોહમ્મદ ઘોરીના આદેશ પર કુતુબુદ્દિન ઐબકે આ મસ્જિદ બનાવી હતી.જો કે આ સ્થળે પહેલા એક એક વિશાળ સંસ્કૃત શાળા અને મંદિર હતું, જેને તોડીને મસ્જિદમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. આ મસ્જિદના પ્રવેશદ્વારની ડાબી બાજુએ આરસપહાણથી બનેલો શિલાલેખ  છે, જેના પર આ શાળાનો સંસ્કૃતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

2 / 6
આ મસ્જિદમાં કુલ 70 સ્તંભો છે. જો કે આ સ્તંભો તે મંદિરોના છે જેને તોડી પાડવામાં આવ્યા હતા,આ થાંભલાઓની ઉંચાઈ લગભગ 25 ફૂટ છે અને દરેક સ્તંભમાં સુંદર કોતરણી કરવામાં આવી છે.

3 / 6
આ મસ્જિદનો અડધાથી વધુ ભાગ મંદિરનો હોવાથી, તે અંદરથી મસ્જિદને બદલે મંદિર જેવું લાગે છે. જો કે જે નવી દિવાલો બનાવવામાં આવી હતી, તેમાં કુરાનની કલમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે તે મસ્જિદ છે.

4 / 6
એવું માનવામાં આવે છે કે આ મસ્જિદને બનાવવામાં માત્ર 60 કલાકનો સમય લાગ્યો હતો, તેથી આ મસ્જિદનું નામ  'ઢાઈ દિન કા ઝોંપડા' રાખવામાં આવ્યુ.

5 / 6
જો કે, કેટલાક લોકો એવું પણ માને છે કે, અહીં અઢી દિવસનો ઉર્સનો મેળો ભરાય છે તેથી 
 મસ્જિદનું  નામ 'ઢાઈ દિન કા ઝોંપડા' રાખવામાં આવ્યુ.

જો કે, કેટલાક લોકો એવું પણ માને છે કે, અહીં અઢી દિવસનો ઉર્સનો મેળો ભરાય છે તેથી મસ્જિદનું નામ 'ઢાઈ દિન કા ઝોંપડા' રાખવામાં આવ્યુ.

6 / 6

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati