Chimney Cleaning: કિચનની ચીમની થઈ ગઈ છે ગંદી અને ચીપચીપી? તો સરળ ટ્રિકથી કરો સાફ, ગંદકી થશે દૂર
સતત કામ કરવાને કારણે ચીમની ચીકણી થઈ જાય છે અને ગંદકી જમા થઈ જાય છે. ત્યારે તેની સફાઈ કરવી જરુરી બની જાય છે. ત્યારે કેટલાક ઘરેલુ ઉપાયથી તમે ચીકણી અને ગંદી ચીમનીને મીનિટોમાં સાફ કરી શકો છો

રસોડાના ધુમાડાને ઘરમાંથી બહાર કાઢવા માટે હવે મોટાભાગના ઘરોમાં ચીમનીનો વ્યાપક ઉપયોગ થાય છે. ત્યારે સતત કામ કરવાને કારણે ચીમની ચીકણી થઈ જાય છે અને ગંદકી જમા થઈ જાય છે. ત્યારે તેની સફાઈ કરવી જરુરી બની જાય છે. ત્યારે કેટલાક ઘરેલુ ઉપાયથી તમે ચીકણી અને ગંદી ચીમનીને મીનિટોમાં સાફ કરી શકો છો

મહિનામાં ઓછામાં ઓછા એક વખત ચીમની સફાઈ જરુર કરવી જોઈએ, જો ચીમનીનો વધુ ઉપયોગ થતો હોય તો દર 15 દિવસે તેને સાફ કરો.

તેલ અને ગ્રીસ દૂર કરવાના ઉપાય : ગરમ પાણી અને ખાવાનો સોડા મિક્સ કરી અને ચીમનીનો ગ્રીસના ભાગ સાફ કરો. આ સિવાય વિનેગરમાં લીંબુનો રસ મિક્સ કરીને કપડાથી લૂછી લો, તેનાથી ચીકાસ અને ગંદકી નીકળી જશે.

આ સિવાય તમે ડિશવોશિંગ લિક્વિડથી પણ ગ્રીસ અને ચીમનીમાં જામેલી ગંદકી દૂર કરી શકો છો

બાહ્ય સપાટીની સફાઈ: ચીમનીની બહારની સપાટીને નરમ કપડા અને સહેજ ભીના સ્પોન્જથી સાફ કરો. ચમક જાળવવા માટે સ્ટેનલેસ સ્ટીલની ચીમની પર ગ્લાસ ક્લીનરનો ઉપયોગ કરો.

ધુમાડો અને ગંધ દૂર કરવા: રસોઈ બનાવતી વખતે એક્ઝોસ્ટ ફેન ચાલુ રાખો. મહિનામાં એકવાર 'ચીમની પાઇપ'ની સફાઈ પણ કરો જેથી ગંદકી દૂર થઈ જાય

આ સિવાય વર્ષમાં એક વાર તેને ડિપ ક્લિન જરુર કરાવો, આ સિવાય જો ચીમની યોગ્ય રીતે કામ ન કરતી હોય અથવા વધુ પડતો અવાજ કરતી હોય તો તરત જ તેની સર્વિસ કરાવો.
કિચનની ક્લિનિંગને લઈને દરેક મહિલા ચિંતિત હોય છે આથી કિચનમાં જામેલી ગંદકીને દૂર કરવાની અહીં તમે ઘણી ટ્રિક જોઈ શકો છો તે જોવા અહીં ક્લિક કરો
