જામનગર: ધ્રોલ તાલુકામાંની અનોખી સરકારી શાળા, શહેરથી બાળકો આવે છે અભ્યાસ માટે, જુઓ ફોટા
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલુ ખારવા ગામની ઓળખ તેની સરકારી શાળા બની છે. ખારવા સરકારી શાળામાં અનેક વિશેષતાઓના કારણે શહેરથી વિધાર્થીઓ ગામડામાં ભણવા માટે આવે છે. વાલીઓ ખાનગી શાળાનો મોહ છોડીની આદર્શ અનોખી સરકારી શાળામાં મોકલે છે. ખારવાની સરકારી શાળામાં ધોરણ 1થી 8 માં કુલ 287 વિધાર્થીઓ, 8 વર્ગખંડ અને 10 શિક્ષકોનો સ્ટાફ છે.

શાળામાં શિક્ષણ મેળવ્યુ તે શાળામાં આચાર્યની જવાબદારી મળતા શાળા,સમાજ અને ગામ પ્રત્યે ઋણ અને ફરજ હોવાથી તકલીફ,સમય,પડકાર જોયા વગર સતત મહેનત કરતા સારુ પરીણામ મળ્યુ છે. શાળાના ભુતપુર્વ વિધાર્થી જ આચાર્ય બન્યા છે. પરેશ સોરઠીયા છેલ્લા 9 વર્ષથી કાર્યરત છે. સાથે બે ભાઈઓ ગોવિંદ હિન્સુ અને તેમના મોટાભાઈ વર્ષોથી શાળામાં શિક્ષક તરીકે કાર્યરત છે.ગામના અને શાળાના વિધાર્થીને તે જ શાળામાં ફરજ મળતા વધુ આત્મિયતાથી કાર્ય કરતા શાળાની કાયાપલટ કરી છે.

સામાન્ય રીતે ગામડામાંથી શહેરમાં શિક્ષણ માટે અપડાઉન વિધાર્થીઓ કરતા હોય છે.પરંતુ સરકારી શાળામાં શિક્ષણ લેવા માટે ધ્રોલ શહેરમાંથી દૈનિક 49 જેટલા વિધાર્થીઓ અપડાઉન કરે છે.જેમાં 40 જેટલા ધ્રોલના વિધાર્થીઓને શાળામાં પ્રવેશ આપી ના શકાયો.

સામાન્ય રીતે ઉચ્ચ અધિકારીઓ, સરકારી શિક્ષકોના બાળકો ખાનગી શાળામાં શિક્ષણ મેળવે છે.ખારવા ગામમાં 18 જેટલા વિધાર્થીઓના વાલી સરકારી અધિકારી, શિક્ષક, નાયબ મામલતદાર, પોસ્ટ કર્મચારી, બેન્ક અધિકારી છે. તો ધ્રોલના ડો. દેસાઈ દંપતિનુ સંતાન સરકારી શાળામાં અભ્યાસ કરે છે.જે વાલીઓ ખાનગી શાળામાં ઉચી ફી ભરી શકે તો પણ સારુ શિક્ષણ મેળવા માટે પોાતના બાળકોને ખારવા ગામની સરકારી શાળામાં મુકયા છે.

સરકારી શાળા છે તો પણ ઘડિયાળનો સમય જોઈને નહી પરંતુ બાળકોની રૂચીને જોઈને વર્ગ લેવાય છે. નિયત સમયે ફરજીયાત શાળાનો અભ્યાસક્રમ ચાલે છે. ઉપરાંત શાળા સમય બાદ ઓવરટાઈમ કે જાહેર રજાના દિવસોમાં બાળકો શિક્ષણ માટે આવે છે.શિક્ષિણ માટે રાજયસરકારે અનેક યોજના લાગુ કરી છે.જેનો વધુને વધુ લાભ અને સ્કોલરશીપ બાળકોને મળે તે માટે શિક્ષકો તૈયારી કરાવે છે. જ્ઞાનસેતુ,એનએમએમએસ, પીએસઈ, જ્ઞાનસાધના, જીકે, આઈક્યુ સહીતની પરીક્ષાની તૈયારીઓ કરવામાં આવે છે.જેમાં જિલ્લા વધુ બાળકો ખારવા સરકારી શાળાના હોય છે.વોટસઅપ દ્વારા વિધાર્થીઓને ઓનલાઈન પરીક્ષાઓ લેવામાં આવે છે.

ગામજનોએ શાળામાં બાળકોના શિક્ષણ માટે તમામ પ્રકારનો સહયોગ આપ્યો છે. રમત-ગમત માટે મૈદાન ગામજનોએ શાળાને ઉપયોગી થશે તે માટે જગ્યા આપી છે.આ ઉપરાંત શાળામાં જરૂરી સવલતો માટે આર્થિક દાન ગામજનો, વાલીઓ, પુર્વ વિધાર્થીઓ દ્વારા આપવામાં આવે છે. જેથી બાળકોને સવલતો મળી રહે છે.