Jamnagar : ખીજડીયા ગામને મળ્યો બેસ્ટ ટુરિઝમ વિલેજ 2023નો એવોર્ડ, જુઓ Photos
ભારતના 28 રાજ્યોમાંથી 850થી વધુ ગામોમાંથી ફક્ત 35ને આ એવોર્ડ મળ્યો છે. દિલ્હીમાં ભારત મંડપમ ખાતે યોજાયેલી ઇવેન્ટમા ખીજડીયા ગામને મળ્યો બેસ્ટ ટુરિઝમ વિલેજ 2023નો સિલ્વર કેટેગરીનો એવોર્ડ પ્રાપ્ત થયો છે.ખીજડીયા ગામના ખેડુત અને જાણીતા યુટુબર નિકુંજ વસોયાએ ટુરિઝમ મિનિસ્ટર અને સેક્રેટરીની હાજરીમાં ખીજડીયા વતિ એવોર્ડ સ્વીકાર્યો. દેશભરમાંથી તમામ રાજયના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

પ્રવાસન માટે ગુજરાત રાજય શ્રેષ્ઠ ગણાય છે.સાથે ગુજરાતમાં શ્રેષ્ઠ ગામ સૌરાષ્ટ્રનુ ખીજડીયા ગામ જાહેર થયુ છે. જામનગર જીલ્લાનુ ખીજડીયા ગામ અનેક વિશેષતાઓના કારણે શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ બન્યુ છે.

ભારતના 28 રાજ્યોમાંથી 850થી વધુ ગામોમાંથી ફક્ત 35ને આ એવોર્ડ મળ્યો છે. દિલ્હીમાં ભારત મંડપમ ખાતે યોજાયેલી ઇવેન્ટમા ખીજડીયા ગામને મળ્યો બેસ્ટ ટુરિઝમ વિલેજ 2023નો સિલ્વર કેટેગરીનો એવોર્ડ પ્રાપ્ત થયો છે.ખીજડીયા ગામના ખેડુત અને જાણીતા યુટુબર નિકુંજ વસોયાએ ટુરિઝમ મિનિસ્ટર અને સેક્રેટરીની હાજરીમાં ખીજડીયા વતિ એવોર્ડ સ્વીકાર્યો. દેશભરમાંથી તમામ રાજયના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

ખીજડીયા ગામને પસંદગી થયાના અનેક કારણો છે.જામનગર -રાજકોટ હાઈવે પર જામનગરથી નજીક આવેલા 12 કીમી અંતરે આવેલુ છે. ખીજડીયાને પક્ષીના સ્વર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ભૌગોલીક રીતે અખાતની ખાડીમાં આવેલુ ખીજડીયા દરીયા કિનારાનુ ગામ છે. જામનગરના રાજવી જામરણજીતસિંહજીએ ભૌગોલિક સ્થિતી આધારે કેનાલ, બંધ, કયારા બંધાવેલ હતા. જેના કરાણે અહી દરીયાના ખારા પાણી છે. સાથે રૂપારેલ અને કાલિંદ્રી નદીના મીઠા પાણીના કેનાલ મારફતે ખીજડીયામાં સંગ્રહ થાય છે.

અનેક અનુકુળતા અને પ્રતિકુળતાઓના કારણે અહી પક્ષી અભ્યારણ્ય આવેલુ છે. જયા કેનાલ, તળાવ, ખાબોચીયા, નદીના વહેતા પાણી, વેટલેન્ડ, અનેક વૃક્ષો, આવેલા છે. જેના કારણે દેશ-વિદેશના 314થી વધુ પ્રકારના પક્ષીઓ વસવાટ કરે છે. થોડા વર્ષ પહેલા ખીજડીયાને રામસર સાઈડ તરીકે સરકાર દ્રારા જાહેર કરવામાં આવેલ છે. તેમ મરીન નેશનલ પાર્ક દ્રારા તેની જાળવણી અને સંરક્ષણ માટેની કામગીરી કરવામાં આવે છે.

પક્ષીઓ માટે સ્વર્ગ ગણાતા ખીજડીયામાં મોટી સંખ્યામાં વિવિધ પ્રકારના પક્ષીઓ વસવાટ કરે છે. પક્ષીઓને નિહાળવા, તેના કલરવને માળવા તેમજ તેના વિશે અભ્યાસ કરતા દુનિયાભરના લોકો ખીજડીયા દોડી આવે છે. ઉપરાંત ગોકુળીયા ગામમાં ફરવા માટે સ્વચ્છ વાતાવરણ સાથે સારા રસ્તાઓ, કુદરતી સૌદર્યની ભેટ ખીજડીયાને મળી છે. આવા અનેક કારણ હોવાથી ખીજડીયા ગામને બેસ્ટ ટુરિઝમ વિલેજ 2023 નો એવોર્ડ પ્રાપ્ત થયો છે.