Hardik Pandya જાસ્મિન વાલિયાને ડેટ કરી રહ્યો છે? આ તસવીરો પરથી મળી રહી હિંટ
હાર્દિક પંડ્યા અને બ્રિટિશ સિંગર અને ટીવી પર્સનાલિટી જાસ્મીન વાલિયા વિશે એવી અટકળો ચાલી રહી છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. ખરેખર, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાનની મેચ દરમિયાન જાસ્મિન વાલિયા દુબઈ સ્ટેડિયમમાં હાજર હતી.

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને બ્રિટિશ સિંગર અને ટીવી પર્સનાલિટી જાસ્મીન વાલિયા વિશે એવી અટકળો ચાલી રહી છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. ખરેખર, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાનની મેચ દરમિયાન જાસ્મિન વાલિયા દુબઈ સ્ટેડિયમમાં હાજર હતી. જાસ્મીન વાલિયા મેચમાં ફ્લાઈંગ કિસ કરતી જોવા મળી હતી. આ બધું જોઈને સોશિયલ મીડિયા પર તેમની ડેટિંગની અટકળોએ જોર પકડ્યું છે. હવે હાર્દિક પંડ્યા અને જાસ્મીન વાલિયાએ કેટલીક તસવીરો શેર કરી છે. આ પછી બંનેના ડેટિંગના સંકેત મળ્યા હતા. ચાલો જોઈએ આ તસવીરોમાં શું છે.

હાર્દિક પંડ્યાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં હાર્દિક પંડ્યા બીચ પર મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યો છે.

હાર્દિક પંડ્યાની તસવીરો તેના તમામ ફેન્સને પસંદ આવી રહી છે. આ સાથે કોમેન્ટ સેક્શનમાં સુંદર કોમેન્ટ્સ કરવામાં આવી રહી છે.

હાર્દિક પંડ્યા ઘણો ખુશ દેખાઈ રહ્યો છે. આ પછી કંઈક એવું થયું કે લોકો ફરી અનુમાન લગાવવા લાગ્યા કે તે જાસ્મિન વાલિયાને ડેટ કરી રહ્યો છે.

ખરેખર, હાર્દિક પંડ્યાની પોસ્ટના થોડા કલાકો બાદ જસ્મીન વાલિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેની કેટલીક તસવીરો શેર કરી હતી. આ અંગે લોકો અટકળો કરવા લાગ્યા.

જાસ્મિન વાલિયાએ શેર કરેલી તસવીરોમાં તે Sun bath લેતી જોવા મળી રહી છે. બીચ પર બંનેની તસવીરો જોઈને ડેટિંગનો આ એક મોટો સંકેત છે.

જસ્મીન વાલિયા અને હાર્દિક પંડ્યા અંગે લોકોનું કહેવું છે કે આ બંને બીચ પર એન્જોય કરવા ગયા હતા. જોકે, બંનેની એક પણ તસવીર સાથે નથી.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ બાદ હાર્દિક પંડ્યા અને જાસ્મિન વાલિયાની ડેટિંગની અટકળો વધી ગઈ છે. જો કે હજુ સુધી બંનેમાંથી કોઈની પ્રતિક્રિયા આવી નથી.
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડ પ્લેયર હાર્દિક પંડ્યા તેના ડિવોર્સ બાદથી ઘણો ચર્ચામાં રહે છે ત્યારે હાર્દિક પંડ્યા સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
