IRCTC Tour Package: ચૈત્ર નવરાત્રિ પર માત્ર 10 હજારમાં વૈષ્ણોદેવી સહિત આ 5 મંદિરની મુલાકાત લો

TV9 GUJARATI

|

Updated on: Mar 14, 2023 | 3:35 PM

ગણતરીના દિવસોમાં ચૈત્ર નવરાત્રિ આવવાની છે. તમે જો માતા રાનીના દર્શન કરવાની યોજના બનાવી રહ્યા છે તો IRCTC એક શાનદાર પેકેજ લાવ્યું છે. જેમાં તમે 5 મંદિરની મુલાકાત લઈ શકો છો.

 ભારતમાં પર્યટનને વધારવા માટે આઈઆરસીટીસી અવનવા ટુર પેકેજ લઈને આવે છે. દેશ વિદેશમાં ફરવાની સાથે ભારતીય રેલ્વે લોકોને ધાર્મિક સ્થળોની યાત્રા કરવાની પણ તક આપી રહ્યું છે. જેમાં હવે આઈઆરસીટીસી નવરાત્રિ પર યાત્રિકો માટે એક વિશેષ પેકેજ લઈને આવ્યું છે. જેમાં આ નવા ટુર પેકેજમાં તમે દેશના 5 મુખ્ય દેવી મંદિરોના દર્શન કરી શકો છો તો ચાલો જાણીએ આ પેકજ સાથે જોડાયેલી તમામ જાણકારીઓ

1 / 6
22 માર્ચથી શરુ થનારી ચૈત્ર નવરાત્રિ પર આઈઆરસીટીસી તમને માતા રાનીના દર્શન કરવાની તક આપી રહ્યું છે. આ પેકેજ હેઠળ તમે 5 મંદિરોના દર્શન કરી શકો છે. આ મંદિરોમાં માતા વૈષ્ણો દેવી, કાંગડા દેવી, જ્વાલાજી, ચામુંડા, ચિંતપૂર્ણીના મંદિર પણ સામેલ છે.

2 / 6
5 દિવસ અને 6 રાતની આ યાત્રા માટે લોકોને આધ્યાત્મિકતાનો અનુભવ કરવાની તક મળશે.આ આધ્યાત્મિક યાત્રા માટે બે તારીખો નક્કી કરવામાં આવી છે, જે પ્રવાસી પોતાની સુવિધા અનુસાર પસંદ કરી શકે છે. તમે આ ટૂર પેકેજ માટે 22 અને 29 માર્ચે પાંચ દેવીના દર્શન સાથે બુક કરી શકો છો.

3 / 6
મુસાફરી માટે ટ્રેન જયપુરથી દોડશે, પરંતુ મુસાફરોની સુવિધા અનુસાર પેકેજમાં આપેલા જંક્શનથી પણ ટ્રેન પકડી શકો છો.દેવી દર્શન માટે નક્કી કરાયેલા આ ખૂબ ઓછા ભાડા હેઠળ તમને બીજી ઘણી સુવિધાઓ પણ મળશે. આ રૂપિયાના ભાડા હેઠળ તમને અજમેર-જમ્મુ તાવી-અજમેર માટે ટ્રેનમાં રિઝર્વેશન, રોડ ટ્રાન્સપોર્ટ, જોવાલાયક સ્થળો, પિક એન્ડ ડ્રોપ, કટરામાં બે રાત્રિ રોકાણ અને કાંગડામાં એક રાત્રિ રોકાણની સુવિધા આપવામાં આવશે.

4 / 6
આ સાથે 3 હોટલમાં નાસ્તા વગેરેની સુવિધા પણ આપવામાં આવશે. પ્રવાસ સંબંધિત વિગતવાર માહિતી માટે, તમે IRCTCની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. આ સિવાય IRCTC ઓફિસની પણ માહિતી કે બુકિંગ માટે મુલાકાત લઈ શકાય છે.

5 / 6
પાંચ દેવીના દર્શન સાથેની આ આધ્યાત્મિક યાત્રાનું ભાડું પણ ઘણું ઓછું નક્કી કરવામાં આવ્યું છે. ભારતીય રેલ્વે દ્વારા આ મુસાફરી માટે થર્ડ એસી અને સ્લીપર માટે અલગ ભાડું નક્કી કરવામાં આવ્યું છે. જો તમે થર્ડ એસી માટે બુકિંગ કરાવો છો, તો તમારે એક વ્યક્તિ માટે 17,735 રૂપિયા, ડબલ માટે 14,120 રૂપિયા અને ટ્રિપલ માટે 13,740 રૂપિયા ચૂકવવા પડશે. સ્લીપર માટે, તમારે એક વ્યક્તિ માટે 14,735 રૂપિયા, બે લોકો માટે 11,120 રૂપિયા અને ત્રણ લોકો માટે 10,740 રૂપિયા ચૂકવવા પડશે.

6 / 6

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati