Railway Rule : ટ્રેન મોડી આવે તો મુસાફરને પૂરેપૂરું ‘રિફંડ’ મળે કે નહી ? રેલવેનો આ નિયમ જાણીને આશ્ચર્યચકિત રહી જશો
ભારતમાં ટ્રેનની મુસાફરી કરવાનો અનુભવ ખૂબ જ મજાનો હોય છે. જો કે, કેટલીકવાર ટ્રેન સમયસર ન આવતા મુસાફરો હેરાન થાય છે. એવામાં ચાલો જાણીએ કે, ટ્રેન મોડી આવે તો મુસાફરને પૂરેપૂરું 'રિફંડ' મળશે કે નહી...

ભારતમાં લગભગ દરેક વ્યક્તિએ ક્યારેકને ક્યારેક ટ્રેનમાં મુસાફરી કરી હશે. હવે મુસાફરી કરતી વખતે ઘણીવાર એવું બને છે કે, ક્યારેક ટ્રેન તેના સમય પર સ્ટેશને પહોંચતી નથી. એવામાં આપણો સમય બગડે છે અને મુસાફરી કરવામાં પણ સમસ્યા ઊભી થાય છે.

આપણા દેશમાં રેલવે મુસાફરી ખૂબ જ લોકપ્રિય છે. મોટાભાગના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. જો કે, ભારતીય રેલવે વિશે કેટલાક એવા તથ્યો છે કે જેનાથી ઘણા લોકો અજાણ છે અથવા તો તેના વિશે તેઓ જાણતા નથી.

ટ્રેનમાં મુસાફરી કરતાં મોટાભાગના લોકો નથી જાણતા કે, જો ટ્રેન તેના સમય પર ન આવે અને મોડી પડે તો મુસાફરોને સંપૂર્ણ રિફંડ મેળવવામાં કેટલો સમય લાગશે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે, મુસાફરોને ટ્રેનની ટિકિટ પર સંપૂર્ણ રિફંડ કેવી રીતે મળે છે.

જણાવી દઈએ કે, જો ટ્રેન 3 કલાકથી વધુ મોડી પડે છે તો મુસાફર તેની ટિકિટની રકમ પરત મેળવવાનો દાવો કરી શકે છે. ભારતીય રેલવેના નિયમો અનુસાર, જો ટ્રેન 3 કલાકથી વધુ મોડી પડે છે, તો મુસાફર રિફંડનો દાવો કરી શકે છે.

ભારતીય રેલવેના નિયમો મુજબ, જો ટ્રેન 3 કલાક કે તેથી વધુ મોડી ચાલી રહી હોય અને મુસાફર પોતાની મુસાફરી રદ કરવા માંગે છે, તો તેને ટિકિટનું સંપૂર્ણ રિફંડ મળી શકે છે. જો કે, આના માટે મુસાફરે કેટલીક શરતો પર પણ ધ્યાન આપવું જોઈએ.

જો તમે ટ્રેન મોડી પડવાને કારણે તમારી મુસાફરી રદ કરી હોય, તો તમારે રિફંડ માટે TDR (ટિકિટ ડિપોઝિટ રિસીટ) ફાઇલ કરવાનું રહેશે. IRCTC ની સત્તાવાર વેબસાઇટ પર જઈને TDR ફાઇલ કરી શકાય છે. આ પછી 'રિફંડ' બેંક ખાતામાં જમા થઈ જાય છે. સામાન્ય રીતે, આ રિફંડ 5 થી 7 દિવસમાં જમા થાય છે.
જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.
