AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બુમરાહના નિશાના પર વર્ષો ‘જૂનો રેકોર્ડ’! દિલ્હી સામેની મેચમાં મોટું કારનામું કરવાથી હવે માત્ર એક વિકેટ દૂર

આઈપીએલ 2026ની આગામી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળશે. આ મેચ મુંબઈના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ માટે ખૂબ જ ખાસ સાબિત થઈ શકે છે.

| Updated on: Apr 03, 2026 | 7:53 PM
Share
IPL 2026 ની આઠમી મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં મુંબઈના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પાસે એક મોટો રેકોર્ડ રચવાની તક હશે. દિલ્હી સામે તે આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા ફાસ્ટ બોલરોની યાદીમાં બીજા નંબરે પહોંચી શકે છે. આ યાદીમાં ટોચ પર ભુવનેશ્વર કુમારનું નામ છે પરંતુ ભુવીનો આ રેકોર્ડ તોડવા માટે બુમરાહને ઘણી મહેનત કરવી પડશે.

1 / 5
આઈપીએલના ઈતિહાસમાં ફાસ્ટ બોલર તરીકે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ભારતીય પેસર ભુવનેશ્વર કુમારના નામે નોંધાયેલો છે. ભુવીએ આ લીગમાં અત્યાર સુધી 191 મેચ રમી છે અને તેમાં તેણે 199 વિકેટ પોતાના નામે કરી છે. આ જ યાદીમાં બીજા નંબરે ડ્વેન બ્રાવો અને જસપ્રીત બુમરાહના નામ છે. બંને બોલરોએ અત્યાર સુધી 183-183 વિકેટ ઝડપી છે.

2 / 5
આવી સ્થિતિમાં, જો બુમરાહ દિલ્હી સામેની મેચમાં એક વિકેટ લેશે તો તે બ્રાવોથી આગળ નીકળી જશે. આ યાદીમાં ત્રીજા સ્થાને લસિત મલિંગાનું નામ છે, જેણે પોતાની આઈપીએલ કારકિર્દીમાં 170 વિકેટ હાંસલ કરી હતી. આઈપીએલ (IPL) ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી સફળ ઝડપી બોલરોની યાદી સામે આવી છે, જેમાં ભારતીય બોલરોનો દબદબો જોવા મળી રહ્યો છે

3 / 5
આ લિસ્ટમાં ભુવનેશ્વર કુમાર 199 વિકેટ સાથે મોખરે છે, જે ટૂંક સમયમાં જ 200 વિકેટનો આંકડો વટાવી શકે છે. તેની પાછળ વેસ્ટ ઈન્ડિઝના ડ્વેન બ્રાવો અને ભારતના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ બંને 183-183 વિકેટ સાથે સંયુક્ત રીતે બીજા સ્થાને છે. આ સિવાય શ્રીલંકાના દિગ્ગજ લસિત મલિંગા 170 વિકેટ સાથે ચોથા ક્રમે અને હર્ષલ પટેલ 151 વિકેટ સાથે આ લિસ્ટમાં પાંચમા ક્રમે છે. આ આંકડા દર્શાવે છે કે, આઈપીએલમાં ઝડપી બોલરોનું પ્રભુત્વ કેટલું મજબૂત રહ્યું છે.

4 / 5
T-20 ફોર્મેટમાં બુમરાહે અત્યાર સુધી 271 મેચની 268 ઇનિંગ્સમાં 345 વિકેટ ઝડપી છે. જો તે દિલ્હી સામે પાંચ વિકેટ લેવામાં સફળ રહેશે, તો તે T-20 માં 350 કે તેથી વધુ વિકેટ લેનાર બીજો ભારતીય બોલર બની જશે. ભારત માટે સૌથી વધુ T-20 વિકેટ લેવાનો રેકોર્ડ યુઝવેન્દ્ર ચહલના નામે છે. ચહલે અત્યાર સુધી T-20 માં 330 મેચની 326 ઇનિંગ્સમાં 386 વિકેટ લીધી છે. ચહલનો રેકોર્ડ તોડવાથી બુમરાહ હજુ ઘણો દૂર છે પરંતુ આગામી મેચમાં તે પાંચ વિકેટ ઝડપીને 350 વિકેટનો આંકડો પૂરો કરી શકે છે.

5 / 5

IPL 2026: 25 કરોડનો ખેલાડી બે મેચમાં મળીને પણ ’25 રન’ ના કરી શક્યો, શું આ પ્લેયર ટીમ પર બોજ બની રહ્યો છે?

Follow Us
g clip-path="url(#clip0_868_265)">