AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સુરતમાં ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો, સભામાં રૂપાલાએ કહ્યું- ખાનદાન જોઈ મત આપો, જુઓ-Video

Breaking News: સુરતમાં ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો, સભામાં રૂપાલાએ કહ્યું- ખાનદાન જોઈ મત આપો, જુઓ-Video

| Updated on: Apr 23, 2026 | 1:49 PM
Share

રૂપાલાએ આગળ કહ્યું કે સુરત ટેક્સટાઈલ હબ તરીકે પણ જાણીતું છે ત્યારે વિપક્ષ પર કટાક્ષ કરતા તેમણે જણાવ્યું કે જેમ કપડાંમાં યોગ્ય મેચિંગ જરૂરી હોય છે, તેમ જ સરકારમાં પણ સમન્વય જરૂરી છે.

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે, વિવિધ પક્ષો મતદારોને રીઝવવા માટે જોરદાર પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે ભાજપના પ્રચાર અભિયાન દરમિયાન રાજકોટના સાંસદ પરષોત્તમ રૂપાલાએ પણ પોતાની આગવી શૈલીમાં મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો.

પરષોત્તમ રૂપાલાએ કહ્યું ખાનદાન જોઈ વોટ આપો

સુરતના વોર્ડ નં. 4 અને 5માં ભાજપ દ્વારા ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પરષોત્તમ રૂપાલાએ જનતાને સંબોધતા સુરતની ઓળખને ઉજાગર કરી અને શહેરને “ડાયમંડ સિટી” તરીકે ઓળખાવ્યું હતુ. જોકે તેમણે મતદારોને સંદેશ આપતા કહ્યું કે પ્રજાએ હંમેશા સમજદારીપૂર્વક અને “ખાનદાન” જોઈને મતદાન કરવું જોઈએ.

જે તાકામાંથી સંસદ અને રાજ્ય સરકાર બની તેમાંથી કોર્પોરેશન બનાવો

રૂપાલાએ આગળ કહ્યું કે સુરત ટેક્સટાઈલ હબ તરીકે પણ જાણીતું છે ત્યારે વિપક્ષ પર કટાક્ષ કરતા તેમણે જણાવ્યું કે જેમ કપડાંમાં યોગ્ય મેચિંગ જરૂરી હોય છે, તેમ જ સરકારમાં પણ સમન્વય જરૂરી છે. “જે તાકામાંથી સંસદ અને રાજ્ય સરકાર બની છે, એ જ તાકામાંથી કોર્પોરેશન પણ બનાવવી જોઈએ,” એમ તેમણે કહ્યું, જેથી વિકાસના કામોમાં સરળતા રહે.

નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને વિઝનની પ્રશંસા

રૂપાલાએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે તેમની પાસે કોઈ સ્પષ્ટ વિઝન નથી, તેથી તેઓ સરકાર પાસેથી અસરકારક રીતે કામ કરાવી શકશે નહીં. બીજી તરફ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને વિઝનની પ્રશંસા કરતા કહ્યું કે ભારત સતત પ્રગતિના માર્ગ પર આગળ વધી રહ્યું છે. વૈશ્વિક સ્તરે અનેક દેશોની અર્થવ્યવસ્થા પડકારોનો સામનો કરી રહી છે, ત્યારે ભારતનો વિકાસ દર મજબૂત રહ્યો છે.

આ સભા દરમિયાન રૂપાલાની હળવી અને અસરકારક રજૂઆત લોકોએ રસપૂર્વક સાંભળી હતી, અને ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત માટે મજબૂત દાવેદારી નોંધાવી છે.

Breaking News: ખેડામાં નકલી મતદાન મથક ઉભુ કર્યાનો આક્ષેપ, કોંગ્રેસ ઉમેદવાર ચિરાગ પરીખે લગાવ્યો આરોપ, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published on: Apr 23, 2026 01:45 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">