AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં ગરમીના પારો ચડશે પણ મતદાન નહીં અટકે ! કલેક્ટરનો હુંકાર - ‘ગમે તેવો પડકાર હશે, તંત્ર સજ્જ છે’, વોટર્સ માટે ORS અને મંડપની સુવિધા

અમદાવાદમાં ગરમીના પારો ચડશે પણ મતદાન નહીં અટકે ! કલેક્ટરનો હુંકાર – ‘ગમે તેવો પડકાર હશે, તંત્ર સજ્જ છે’, વોટર્સ માટે ORS અને મંડપની સુવિધા

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2026 | 6:05 PM
Share

અમદાવાદમાં આગામી ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. હવામાન વિભાગના હીટવેવ એલર્ટને પગલે મતદારોને ગરમીથી બચાવવા માટે દરેક પોલિંગ બૂથ પર મંડપ, ઠંડુ પાણી અને ORSની વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે જ શાંતિપૂર્ણ મતદાન માટે અતિસંવેદનશીલ મથકો પર સુરક્ષાના કડક આદેશો આપવામાં આવ્યા છે.

અમદાવાદમાં લોકશાહીના પર્વને સફળ બનાવવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ વખતે સૌથી મોટો પડકાર વધતી જતી ગરમી છે, જેના માટે કલેક્ટર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

ગરમી સામે ‘મેડિકલ કવચ’

હવામાન વિભાગની આગાહી મુજબ મતદાનના દિવસે તાપમાન ઊંચું રહેવાની શક્યતા છે. આથી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હસ્તકના 4400થી વધુ મતદાન મથકો પર વિશેષ વ્યવસ્થા કરાશે. દરેક બૂથની બહાર મોટા મંડપ બાંધવામાં આવશે જેથી મતદારોએ તડકામાં ઉભા ન રહેવું પડે. આ ઉપરાંત, પાણીના સ્ટોલ, ORSના પેકેટ અને કોઈપણ ઈમરજન્સી સ્થિતિ માટે મેડિકલ ટીમ પણ તૈનાત રહેશે.

સુરક્ષા માટે તંત્ર એલર્ટ

અમદાવાદ શહેરમાં કુલ 4257 મતદાન મથકો છે, જેમાંથી વહીવટી તંત્ર દ્વારા સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરી લેવામાં આવી છે. શહેરમાં 6 મથકોને ‘અતિસંવેદનશીલ’ અને 1644 મથકોને ‘સંવેદનશીલ’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. કલેક્ટરે જણાવ્યું છે કે, કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગને અત્યારથી જ જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.

કલેક્ટરનો આત્મવિશ્વાસ

અમદાવાદ જિલ્લા કલેક્ટરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “વહીવટી તંત્ર તમામ પડકારો ઝીલવા માટે તૈયાર છે. ગરમી હોય કે અન્ય કોઈ મુશ્કેલી, મતદારોને કોઈ તકલીફ ન પડે તે અમારી પ્રાથમિકતા છે.” તંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય મહત્તમ મતદાન કરાવીને લોકશાહીને મજબૂત કરવાનો છે.

(ઈનપુટ ક્રેડિટ: રોનક વર્મા)

શું નેતાઓ સાંભળશે? તણખલા ગામમાં આક્રોશની જ્વાળા, રોડ માટે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું

Follow Us
g clip-path="url(#clip0_868_265)">