AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચૂંટણી પંચે SIR સુધારાના નામે મતદારયાદીમાં કર્યા છબરડાઃ કોંગ્રેસનો આક્ષેપ

ચૂંટણી પંચે SIR સુધારાના નામે મતદારયાદીમાં કર્યા છબરડાઃ કોંગ્રેસનો આક્ષેપ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2026 | 4:54 PM
Share

અમદાવાદના વટવા વિસ્તારમાં મતદાર યાદી અંગે ગંભીર ગડબડ કરાઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે. શહેર કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા દાવા મુજબ અનેક બૂથની યાદીમાં એક જ મતદારનું નામ અનેક વાર નોંધાયેલું જોવા મળ્યું છે. આ મુદ્દે રાજકીય ગરમાવો વધ્યો છે. જ્યારે એસઆઈઆરના નામે કેન્દ્રીય ચૂંટણી પંચે સમગ્ર ગુજરાતની મતદારયાદી અદ્યતન કરી હોવાનો દાવો કર્યો હોય […]

અમદાવાદના વટવા વિસ્તારમાં મતદાર યાદી અંગે ગંભીર ગડબડ કરાઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે. શહેર કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા દાવા મુજબ અનેક બૂથની યાદીમાં એક જ મતદારનું નામ અનેક વાર નોંધાયેલું જોવા મળ્યું છે. આ મુદ્દે રાજકીય ગરમાવો વધ્યો છે. જ્યારે એસઆઈઆરના નામે કેન્દ્રીય ચૂંટણી પંચે સમગ્ર ગુજરાતની મતદારયાદી અદ્યતન કરી હોવાનો દાવો કર્યો હોય તો આ પ્રકારે રહી ગયેલ ક્ષતિ ચોક્કસ ઈરાદા સાથે જ રહેવા પામી હોય.

અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલએ આક્ષેપ કર્યો છે કે વટવા વિસ્તારના અનેક પેજ પર એક જ વ્યક્તિનું નામ, ફોટો અને સરનામું હોવા છતાં તે વારંવાર દાખલ કરવામાં આવ્યું છે. બૂથ મેનેજમેન્ટની કામગીરી દરમિયાન આવા ડુપ્લિકેટ મતદાતાઓ સામે આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું.

કોંગ્રેસનો પ્રશ્ન છે કે જ્યારે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી શુદ્ધ કરાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, ત્યારે આ પ્રકારની ગેરરીતિઓ કેવી રીતે રહી ગઈ ? વધુમાં, તેમણે આક્ષેપ કર્યો કે ચૂંટણી પંચ પાસે આધુનિક સોફ્ટવેર હોવા છતાં તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવતો નથી.

Election Commission of India સામે સીધા નિશાન સાધતા કોંગ્રેસે જણાવ્યું કે, ડુપ્લિકેટ મતદાતાઓના નામના આધારે સત્તાધારી પક્ષ ગોલમાલ કરતો હોવાની શંકા છે. આ મુદ્દે પારદર્શક તપાસ અને મતદાર યાદીની ફરી સમીક્ષા કરવાની માંગ ઉઠી રહી છે.

રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ મુદ્દો આગામી ચૂંટણી પહેલાં મહત્વપૂર્ણ બની શકે છે અને મતદાર યાદીની વિશ્વસનીયતા અંગે પ્રશ્નો ઉભા કરી શકે છે.

ગજબ કહેવાય, વડોદરામાં ગલુડીયાની ચોરી ! કોથળામાં ભરીને મહિલાઓ કારમાં ભાગી, વીડિયો વાયરલ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">