Tatkal Ticket Rule Change : આજથી દેશમાં રેલવેનો નવો નિયમ લાગુ, આધાર OTP વગર તત્કાલ ટિકિટ બુક નહીં થાય
1 જુલાઈના રોજ રેલવેએ એક મોટો ફેરફાર કરી IRCTC વેબસાઈટ પર માત્ર આધારકાર્ડ વેરિફાય યુઝર્સને જ તત્કાલ ટિકિટની પરમિશન આપી હતી. હવે ટિકિટ બુકિંગ સાથે જોડાયેલા એક નિયમ લાગુ કર્યો છે અને Tatkal Ticket માટે આધાર ઓટીપી જરુરી રહેશે.

ભારતીય રેલવેમાં મુસાફરી કરતા લોકો હંમેશા તત્કાલ ટિકિટ બુક કરે છે. તત્કાલ ટિકિટ સાથે જોડાયેલ નિયમમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 1 જુલાઈથી રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગના આધાર કાર્ડ ઓથેંટિકેશનને જરુરી કરવામાં આવ્યું હતુ.

હવે આઈઆરસીટીસીની વેબસાઈટ અને એપ દ્વારા ઓનલાઈન તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર ઓટીપી જરુરી થવા જઈ રહ્યું છે. તો ચાલો જાણીએ કે, કેમ જરુરી છે આ નિયમ, આ નિયમમાં ફેરફાર કરવામાં આવતા શું ફાયદો થશે?

પહેલા એવું જોવા મળ્યું હતુ કે, તત્કાલ ટિકિટ બુક કરવાનો સમય શરૂ થતાં જ બધી ટિકિટો વેચાઈ જતી હતી. આ ઘટના દલાલો અને નકલી એજન્ટો દ્વારા ખોટા માધ્યમથી ટિકિટ બુક કરાવવાને કારણે બની હતી. આ કારણે, સામાન્ય મુસાફરો માટે તત્કાલ ટિકિટ બુક કરાવવી લગભગ અશક્ય બની ગઈ હતી.

આ સમસ્યાના ઉકેલ માટે નવા નિયમો લાવવામાં આવ્યા છે. ટિકિટ બુક કરાવતી વખતે આધારનો ઉપયોગ કરીને, ટિકિટ કોણ બુક કરાવી રહ્યું છે. તે જાણી શકાશે અને ટિકિટ ફક્ત તે વ્યક્તિને જ આપવામાં આવશે જેનો આધાર તેના IRCTC એકાઉન્ટ સાથે લિંક થયેલ છે.

આ સિસ્ટમમાં બીજી ખાસ વાત એ છે કે એજન્ટો પ્રથમ 30 મિનિટ સુધી ટિકિટ બુક કરી શકશે નહીં. આનાથી સામાન્ય લોકોને ટિકિટ મળવાની શક્યતા ઘણી વધી જશે.

તમને જણાવી દઈએ કે, આજથી આઈઆરસીટીસી દ્વારા ટિકિટ બુક કરવા માટે આધારને તમારા આઈઆરસીટીસી અકાઉન્ટ સાથે લિંક કરવું જરુરી છે. તમારો આધાર તમારા IRCTC અકાઉન્ટથી જરુર લિંક કરી લેવું જોઈએ. ત્યારબાદ તમે ટિકિટ બુક કરી શકશો.

તમને એક રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. આ ઓટીપી નાંખ્યા બાદ તમારું બુકિંગ કન્ફોર્મ થશે. કાઉન્ટર પરથી ટિકિટ બુક કરતી વખતે પણ આ જ પ્રોસેસ રહેશે.
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
