ચોમાસામાં ટ્રાય કરો આ ચટપટી હેલ્ધી ચાટ, જાણી લો તેની રેસેપી

Healthy Chaat Recipes: ચોમાસામાં વરસાદ પડે એટલે સૌથી પહેલા લોકોને ભજીયા ખાવાનું મન થાય પણ ચોમાસાની આ ઋતુમાં ડાયટનું ખાસ ધ્યાન રાખવુ જોઈએ. આ ઋતુમાં હેલ્ધી ફૂડનો તમારી ડાયટમાં સમાવેશ કરવો જોઈએ.

Jul 04, 2022 | 8:35 PM
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Jul 04, 2022 | 8:35 PM

ચોમાસામાં વરસાદ પડે એટલે સૌથી પહેલા લોકોને ભજીયા ખાવાનું મન થાય. પણ ચોમાસાની આ ઋતુમાં ડાયટનું ખાસ ધ્યાન રાખવુ જોઈએ. આ ઋતુમાં હેલ્ધી ફૂડનો તમારી ડાયટમાં સમાવેશ કરવો જોઈએ. તમે હેલ્ધી ચાટની ડિશ પણ ટ્રાય કરી શકો છો. ચાલો જાણીએ તેની રેસેપી.

1 / 5
બટેટા ચાટ: તે એટલી સ્વાદિષ્ટ છે કે લોકો તેનો સ્વાદ લેવા ચાટની દુકાનોમાં જાય છે. બટેટા ચાટ ઘણી રીતે તૈયાર કરી શકાય છે. બટાકાના પોષક તત્વોને કારણે તે સ્વાસ્થ્યને વધુ નુકસાન પહોંચાડતું નથી. બટાકાને બાફીને ડીપ ફ્રાય કરો અને પછી લીલી ચટણી અને મસાલો ઉમેરીને તેની ચાટ તૈયાર કરો. તેનો સ્વાદ વરસાદમાં બમણી મજા આપી શકે છે.

2 / 5
મકાઈ ચાટ : આ ચોમાસામાં સૌથી વધુ ખવાતી ડિશ છે. વરસાદ પડતા જ લોકો આ ડિશ ખાવા બહાર જરુરથી નીકળે છે. આ ચાટ ડિશ તમે ઘરે પણ બનાવી શકો છો. મકાઈના દાણાને થોડુ શેકો તેના પર માખણ અને મસાલા નાંખો . મસ્ત વરસાદમાં આ ડિશની મજા માણીને તમે આરોગ્યને લગતા ફાયદા પણ મેળવી શકો છો.

3 / 5
પાલકની ચાટ : પાલકમાં ભરપૂર માત્રામાં આયર્ન સહિત ઘણા જરૂરી પોષક તત્વો હોય છે, તમે આ ચાટ બનાવી શકો છો અને ચોમાસામાં તેના ટેસ્ટની મજા માણી શકો છો. પાલકની ચાટ બનાવવા માટે, પાલકના પાનને ઝીણા સમારી લો અને તેને ચણાના લોટમાં મિક્સ કરો અને તેને ફ્રાય કરો. તૈયાર પાલકમાં ડુંગળી, ટામેટાં મિક્સ કરો. તે હેલ્ધી હોવાની સાથે ટેસ્ટી પણ બનશે.

4 / 5
કાળા ચણાની ચાટ: આજે પણ ભારતમાં ઘણા વિસ્તારોમાં લોકો કાળા ચણાને રાત્રે પલાળીને સવારે ચાવે છે. તમે પલાળેલા કાળા ચણાને સ્ટોર કરી શકો છો અને વરસાદમાં તેની ચાટ મસાલા, ડુંગળી, ટામેટાં અને લીલા મરચાં સાથે તૈયાર કરી શકો છો. આરોગ્ય માટે શ્રેષ્ઠ કાળા ચણાને ઉકાળીને વધુ સ્વાદિષ્ટ ચાટ બનાવી શકાય છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati