Rose Mehndi Design: તમે મહેંદી લગાવવાના શોખીન છો? તો આ છે મહેંદીની ટ્રેન્ડી ડિઝાઈન
તમે મહેંદીના શોખીન છો અને તમે સરળ મહેંદી ડિઝાઇન શોધી રહ્યા છો, તો આ વખતે તમારે સરળ ફ્લોરલ મહેંદી ડિઝાઇન લગાવવી જોઇએ. જાણો મહેંદીની જુદી-જુદી ડિઝાઈન બનાવવાની રીત.

ગુલાબ મહેંદીની ડિઝાઇન : મોટાભાગની મહિલાઓને મહેંદી લગાવવાની શોખીન હોય છે. સામાન્ય રીતે મહેંદીની માટે કોઈ ખાસ ડિઝાઈન નથી હોતી. લગ્નમા મહિલાઓ બ્રાઇડલ મહેંદી લગાવે છે, પરંતુ આજે તમને ગુલાબના ફૂલની ડિઝાઇન વાળી મહેંદીની વિશે જણાવીશું.

ગુલાબની ડિઝાઈનઃ જો તમે હાથની પાછળ સાદી ગુલાબની ડિઝાઈન બનાવવા માંગતા હોવ તો તમારે આ રીતે ડિઝાઈન કરવી જોઈએ. ફુલના પાંદડા વચ્ચે ખીલેલી પાંખડીઓ સાથે ગુલાબની ડિઝાઇન ધરાવે છે. તે સરળ હોવાની સાથે આકર્ષક પણ લાગે છે જે દોરવામા પણ ખૂબ જ સરળ છે.

જાળીવાળી ડિઝાઇન: જો તમે હાથની પાછળ કેટલીક નવી ડિઝાઇન દોરવા માંગતા હોવ તો તમે આ જાળવાળી ડિઝાઇનને સરળતાથી લાગાવી શકાય છે. તમે ડિઝાઇનને આગળ અને પાછળ બંને બાજુએ લાગુ કરી શકો છો.

હાથફૂલ ડિઝાઇનઃ હાથફૂલની ફેશન ફરી શરૂ થઈ છે. આ જોવામાં ખૂબ જ સુંદર લાગે છે . સૌથી સરળ ડિઝાઇનમાં ફક્ત ઝિગ-ઝેગ રેખાઓ સાથે બિંદુઓ દોરવામા આવે છે. તમે ઇચ્છો તો તેમાં ફ્લોરલ ડિઝાઇન પણ બનાવી શકો છો. તેનાથી તમારો હાથ ભરાયેલો પણ દેખાશે.

રોઝ મિરર ડિઝાઇનઃ તમે ઘણી જ્વેલરીમાં મિરર વર્ક જોયું હશે. તેવી જ રીતે, જો તમે ઇચ્છો, તો તમે તેને મહેંદી ડિઝાઇનમાં પણ કન્વર્ટ કરી શકો છો.