ICC ODI Rankings: શ્રીલંકાને પછાડીને ભારતીય સ્ટાર્સને મોટો ફાયદો, શેફાલી વર્માને મળ્યો કરિયરનો બેસ્ટ રેન્ક

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (Indian Women Cricket Team) શ્રીલંકામાં સતત સારું પ્રદર્શન કર્યું છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે પહેલા બે મેચમાં યજમાન શ્રીલંકાને હરાવીને સીરિઝ પર કબ્જો કરી લીધો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2022 | 5:57 PM
ટીમની આ જીતમાં યુવા ઓપનર શેફાલી વર્મા અને અનુભવી ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ ખાસ યોગદાન આપ્યું છે અને તેમને ઈનામ આઈસીસી રેન્કિંગમાં મળ્યું છે.

1 / 5
આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલ મહિલા વનડેની તાજેતરની રેન્કિંગમાં યુવા ઓપનર શેફાલી વર્માને તેના ટૂંકા કરિયરનો બેસ્ટ રેન્ક હાંસલ કરી છે. બીજી વનડેમાં 71 રનની જોરદાર ઈનિંગ રમનાર શેફાલી હવે બેટ્સમેનોની રેન્કિંગમાં 36માં સ્થાને પહોંચી ગઈ છે.

2 / 5
શેફાલી આ સીરિઝમાં બંને ટીમો તરફથી સૌથી વધુ રન બનાવનારી ખેલાડી છે. તેણે અત્યાર સુધી બે મેચમાં 106 રન બનાવ્યા છે, જેમાં તેણે પહેલી મેચમાં 35 અને બીજી મેચમાં 71 રન બનાવ્યા છે.

3 / 5
શેફાલી સિવાય શાનદાર પ્રદર્શન દીપ્તિ શર્માએ કર્યું છે. ખેલાડીઓની રેન્કિંગમાં દીપ્તિ હવે 29માં સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે બોલિંગમાં તેને 16મું સ્થાન મેળવ્યું છે. તે સાતમાં નંબરની ઓલરાઉન્ડર પણ છે. દીપ્તિએ બે મેચમાં 25 રન બનાવવાની સાથે 5 વિકેટ પણ લીધી છે. આ 25 રન પહેલી વનડેમાં આવ્યા હતા, જેમાં તે અણનમ રહી હતી અને ભારતને જીતાડીને પાછી ફરી હતી.

4 / 5
ટીમની અનુભવી ઓપનર સ્મૃતિ મંધાનાને પણ ફાયદો થયો છે. બીજી વનડેમાં માત્ર 83 બોલમાં અણનમ 94 રનની ધમાકેદાર ઇનિંગ રમનાર સ્મૃતિ હવે આઠમા નંબર પર પહોંચી ગઈ છે. તે રેન્કિંગમાં ટોપ પર ભારતીય ખેલાડી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">