રૂપાલા બાદ હવે રાહુલ ગાંધીએ કરી રાજા મહારાજાઓ વિરુદ્ધ વિવાદી ટિપ્પણી- જુઓ Video

રૂપાલા બાદ હવે રાહુલ ગાંધીએ કરી રાજા મહારાજાઓ વિરુદ્ધ વિવાદી ટિપ્પણી- જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2024 | 12:00 AM

રાજા મહારાજાઓ પર ભાજપના પરશોત્તમ રૂપાલા બાદ હવે રાહુલ ગાંધીએ વિવાદી ટિપ્પણી કરી છે. એક તરફ રૂપાલાના વિવાદ બાદ ભાજપ ક્ષત્રિયો આક્રોષનો ભોગ બની છે. તેવા સમયે હવે રાહુલ ગાંધીએ પણ રાજા મહારાજાઓ સામે વિવાદી ટિપ્પણી કરી છે.

એક તરફ રાજકોટમાં પરશોત્તમ રૂપાલાએ રાજા મહારાજાઓ વિશે કરેલી રોટી બેટીના વ્યવહારની ટિપ્પણીથી રાજ્યભરના ક્ષત્રિયો આક્રોષિત છે અને આંદોલન ચલાવી રહ્યા છે. ઠેર ઠેર રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે, હજુ આ વિવાદ શમ્યો નથી ત્યાં કોંગ્રેસના રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ વિશે વિવાદી ટિપ્પણી કરી છે.

રાહુલની વિવાદી ટિપ્પણીનો વીડિયો હર્ષ સંઘવીએ પોસ્ટ કર્યો

રાહુલ ગાંધીનો એક વીડિયો સામે આવ્યો છે જેમા એવુ કહી રહ્યા છે કે પહેલા જ્યારે રાજા મહારાજાઓનુ રાજ હતુ ત્યારે તેઓ જે ઈચ્છતા એ કરતા. કોઈની જમીન જોઈતો હોય તો ઉઠાવી લેતા હતા. રાહુલ ગાંધીના આ નિવેદનનો વીડિયો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યો છે. હર્ષ સંઘવીએ ઈન્સ્ટાગ્રામ પર અને એક્સ પર આ વીડિયો પોસ્ટ કર્યો છે.

કોંગ્રેસે વીડિયોને ગણાવ્યો એડિટેડ

રાહુલ ગાંધીનો રાજા મહારાજાઓ પરની આ કથિત ટિપ્પણીનો વીડિયો વાયરલ થતા કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યુ છે કે રાહુલ ગાંધીના આ વીડિયો એડિટેડ છે. રાહુલ ગાંધીનો વીડિયો એડિટ કરીને રજૂ કરાયો છે. જો કે રાહુલ ગાંધીનો વીડિયો સામે આવતા જ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. હર્ષ સંઘવીએ તેમના સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી કે કોંગ્રેસના યુવરાજ ભૂલી ગયા છે કે રાજા મહારાજાઓએ આ દેશની અખંડિતા માટે તેમના રજવાડા સોંપી દીધા હતા. મન મરજી પ્રમાણે તો કોંગ્રેસની સરકારોએ ઉઠાવ્યુ અને લૂંટ્યુ છે.

આ પણ વાંચો: રાજસ્થાનથી કાર લઈને ગુજરાતમાં કાર ચોરવા માટે આવતા, ચોરેલી કાર ડ્રગ્સની હેરાફેરી કરવા લોકોને વેચી નાખતા- સ્કોર્પિયો ગેંગનો પર્દાફાશ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">