ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, રામ મંદિર અને UCC મુદ્દે કોંગ્રેસને ઘેરી , જુઓ-Video
અમિત શાહે ગુજરાતની મુલાકાતે છે ત્યારે ભાજપ ઉમેદવારોના સમર્થનમાં મેરેથોન ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ દરમિયાન અમિત શાહે પંચમહાલના ગોધરામાં પણ ઝંઝાવાતી પ્રચાર કર્યો. તેમણે જનસભાને સંબોધતા રામ મંદિર અને તેના માટે બલિદાન આપનારા લોકોને યાદ કરી કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગોધરામાં પ્રચાર કરી ભાજપના ઉમેદવારોને સમર્થન આપવા તેમજ મત આપવા અપીલ કરી હતી. અમીત શાહ હાલ ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓ ગોધરા પહોચ્યાં હતા જ્યાં ભાજપ માટે પ્રચાર કરી ઉમેદવારોને મતદાન કરવા અપીલ કરી હતી. અમિત શાહે ગોધરામાં રામ મંદિર બને તે માટે ગોધરામાં 60 કાર સેવકોએ બલિદાન આપ્યું હતુ જેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી.
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર
અમિત શાહે ગુજરાતની મુલાકાતે છે ત્યારે ભાજપ ઉમેદવારોના સમર્થનમાં મેરેથોન ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ દરમિયાન અમિત શાહે પંચમહાલના ગોધરામાં પણ ઝંઝાવાતી પ્રચાર કર્યો. તેમણે જનસભાને સંબોધતા રામ મંદિર અને તેના માટે બલિદાન આપનારા લોકોને યાદ કરી કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, રામ મંદિર બને તે માટે ગોધરાના સ્ટેશન પર 60 કાર સેવકોએ બલિદાન આપ્યું હતુ અમિત શાહે, ભાષણની શરૂઆતમાં જ હ્રદયપૂર્વક કાર સેવકોને શ્રદ્ધાંજલિ આપીને સંવેદના વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત, અમિત શાહે અયોધ્યા રામ મંદિરના આમંત્રણને લઇ કોંગ્રેસ પક્ષ સામે શાબ્દિક પ્રહાર પણ કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસે તેમની લઘુમતિ વોટબેંકને બચાવવા અયોધ્યા રામ મંદિરનું આમંત્રણ ન સ્વીકાર્યું. અમિત શાહે ઉમેર્યું કે, રામ જન્મભૂમિ ટ્રસ્ટે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને ખડગેને આમંત્રણ આપ્યા હતા, છતાં કોંગ્રેસ પક્ષના લોકો ના આવ્યા કારણ કે તેમને પોતાની વોટબેંક બચાવવી હતી.
ભરૂચ પણ ચૂંટણી પ્રચાર માટે પહોચ્યાં શાહ
આ ઉપરાંત શાહ ભરૂચ પણ ચૂંટણી પ્રચાર માટે પહોચ્યાં હતા. જ્યાં તેમણે ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં પ્રચાર કર્યો હતો અને જાહેર સભા સંબોધી હતી. યોજાયેલી જાહેર સભામાં શાહે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. UCC મુદ્દે કોંગ્રેસ અને AAP પર નિશાન સાધ્યુ હતુ. શાહે અહીં કહ્યું કે “ચૈતર વસાવા એન્ડ કંપની UCC મુદ્દે જુઠ્ઠાણા ફેલાવે છે”. આદિવાસીઓના કાયદા પર UCC લાગુ નહીં થાય. તેમજ શાહે કહ્યું કે આદિવાસીઓના અધિકારો કોઇ નહીં છીનવી શકશે નહીં.
આ પણ વાંચો: Video : કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ