3 વર્ષમાં 35% થી વધુ રિટર્ન આપ્યું, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

27 April, 2024

હાલના દિવસોમાં, રોકાણના દૃષ્ટિકોણથી લોકો માટે મ્યુચ્યુઅલ ફંડ સૌથી લોકપ્રિય માધ્યમ બની ગયું છે.

લોકો મ્યુચ્યુઅલ ફંડની વિવિધ યોજનાઓમાં સતત રોકાણ કરી રહ્યા છે.

Quant Small Cap Fundમાં છેલ્લા 3 વર્ષ માં દૈનિક રોલિંગ રિટર્ન મુજબ, 43.98% સરેરાશ વળતર રહ્યું છે. 31 માર્ચ, 2024 સુધીમાં, આ ફંડની AUM રૂ. 17,348 કરોડ હતી.

ICICI Prudential Commodities Fund માં છેલ્લા 3 વર્ષોમાં રોલિંગ રિટર્ન આધારે 40.25% વળતર આપ્યું છે. આ ફંડની AUM 31 માર્ચ, 2024ના રોજ રૂ. 2091.50 કરોડ હતી.

Quant Infrastructure Fund માં છેલ્લા 3 વર્ષમાં આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર આધારિત ફંડનું સરેરાશ વળતર 38.12% રહ્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ 31 માર્ચ, 2024ના રોજ  રૂપિયા 2,498.18 કરોડની કુલ અસ્કયામતો અન્ડર મેનેજમેન્ટ (AUM) ધરાવતી હતી.

Canara Robeco Small Cap Fund માં દૈનિક રોલિંગ વળતર મુજબ, આ સ્મોલ કેપ ફંડ તેના રોકાણકારોને 36.06% વળતર આપવામાં સફળ રહ્યું છે. આ ફંડની AUM 31 માર્ચ, 2024 સુધીમાં રૂ. 9,402.62 કરોડ હતી.

Bank of India Small Cap Fund માં આ સ્મોલ કેપ ફંડ છેલ્લા 3 વર્ષમાં દૈનિક રોલિંગ રિટર્નના આધારે 35.88% વળતર આપવામાં સફળ રહ્યું છે. જ્યારે 31 માર્ચ, 2024 સુધીમાં તેની AUM રૂ. 939.69 કરોડ હતી.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ નિષ્ણાતોની સલાહ લીધા બાદ કરવું.