Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LSG vs DC : સંજુ અને ધ્રુવ જુરેલે રાજસ્થાન માટે રચ્યો ઈતિહાસ, બનાવ્યો અનોખો રેકોર્ડ

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની ગઈકાલે લખનૌમાં રમાયેલ 44મી મેચમાં રાજસ્થાન રોયલ્સ ટીમે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટે હરાવ્યું હતું. મેચમાં ટોસ હાર્યા બાદ કે એલ રાહુલની ટીમે પ્રથમ બેટિંગ કરીને 196 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રાજસ્થાને 19 ઓવરમાં જ જીતનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

LSG vs DC : સંજુ અને ધ્રુવ જુરેલે રાજસ્થાન માટે રચ્યો ઈતિહાસ, બનાવ્યો અનોખો રેકોર્ડ
Sanju and Dhruv JurelImage Credit source: પીટીઆઈ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2024 | 9:18 AM

ગઈકાલ શનિવારે રમાયેલ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 44મી મેચમાં, રાજસ્થાને લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવીને પ્લેઓફ માટે પોતાનુ સ્થાન લગભગ ક્વોલિફાય કરી લીધું છે. આઈપીએલની વર્તમાન સિઝનમાં રાજસ્થાને 9માંથી 8 મેચ જીતીને 16 પોઈન્ટ મેળવ્યા છે. IPL 2024માં રાજસ્થાન માત્ર એક મેચ હાર્યું છે. જે ગુજરાત ટાઈટન્સે હરાવ્યું હતું. ગઈકાલે રમાયેલ મેચમાં લખનૌએ જીત માટે રાજસ્થાન રોયલ્સને 197 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે રાજસ્થાન રોયલ્સે 6 બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો.

સંજુ-જુરેલે રચ્યો વિક્રમ

લખનૌ સુપરજાયન્ટ્સ સામેની મેચમાં એક નવો વિક્રમ પણ રચાયો છે. ધ્રુવ જુરેલે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન સાથે મળીને શાનદાર રમત રમી અને ટીમને 7 વિકેટે જીત અપાવી. આ સાથે રાજસ્થાન માટે સંજુ અને ધ્રુવના નામે એક મોટો રેકોર્ડ પણ નોંધાયો હતો.

આ બંને વચ્ચે 121 રનની અણનમ ભાગીદારી થઈ હતી. રાજસ્થાન માટે આઈપીએલમાં કોઈપણ વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા આ રેકોર્ડ યુસુફ પઠાણ અને પારસ ડોગરાના નામે હતો, જેમણે 2010માં 107 રનની ભાગીદારી કરી હતી.

વિરાટ કોહલીએ 6 ખેલાડીઓને લાખોની ભેટ આપી
Viral Video : વિદેશમાં Uyi Amma ગીત પર દેશી છોકરીએ કર્યો જોરદાર ડાન્સ
કયા દેશના કોચે સૌથી વધુ IPL ટ્રોફી જીતી છે?
Fennel Seeds : ઉનાળામાં શરીર રહેશે ઠંડુ, આ રીતે ખાઓ વરિયાળી
Video : પંજાબ કિંગ્સની માલકિન પ્રીટિ ઝિન્ટાની 'અધૂરી ઇચ્છા' થઈ પૂરી
IPLના 28 ખેલાડીઓ હવે પાકિસ્તાન સુપર લીગમાં રમશે

વિકેટકીપર કમ બેટ્સમેન તરીકે સંજુ મોખરે

IPL 2024માં સંજુ સેમસન શાનદાર બેટિંગ કરી રહ્યો છે. લખનૌ સામેની મેચમાં તેની 71 રનની ઇનિંગ સાથે તે આ સિઝનમાં વિકેટકીપર કમ બેટ્સમેન તરીકે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. સંજુએ આ સિઝનમાં અત્યાર સુધીમાં 385 રન બનાવ્યા છે. જ્યારે કેએલ રાહુલ 378 રન સાથે બીજા સ્થાને છે તો ઋષભ પંત 371 રન સાથે ત્રીજા સ્થાને છે.

સંજુએ, શેન વોટસન અને યુસુફ પઠાણની કરી બરાબરી

લખનૌ સામેની મેચમાં સંજુ સેમસને 33 બોલમાં 71 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ જોરદાર બેટિંગ માટે તેને મેન ઓફ ધ મેચ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો. આ સાથે તે શેન વોટસન અને યુસુફ પઠાણની બરાબરી કરી ગયો. રાજસ્થાન તરફથી રમતા સંજુને 9મી વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો છે.

વોટસન અને પઠાણે પણ આ ફ્રેન્ચાઈઝી માટે 9 વખત મેન ઓફ ધ મેચની સિદ્ધિ મેળવી છે. આ મામલે જોસ બટલર પ્રથમ સ્થાને છે. બટલરને કુલ 12 વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો છે. જ્યારે અજિંક્ય રહાણે 10 વખત મેન ઓફ ધ મેચ બન્યો છે.

કે એલ રાહુલના 4000 રન

લખનૌ સુપરજાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે આઈપીએલમાં ઓપનર તરીકે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. રાહુલ આ લીગમાં ઓપનર તરીકે 4 હજાર રન બનાવનાર 5મો બેટ્સમેન બની ગયો છે. આ મામલામાં શિખર ધવન 6263 રન સાથે પહેલા સ્થાન પર છે.

સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
સગીરા સાથે દુષ્કર્મના પોક્સો કેસમાં ચોંકાવનારો વળાંક !
એરપોર્ટ અને ટ્રેન યાત્રા દરમિયાન હવે આધાર કાર્ડ સાથે રાખવુ જરૂરી નથી
એરપોર્ટ અને ટ્રેન યાત્રા દરમિયાન હવે આધાર કાર્ડ સાથે રાખવુ જરૂરી નથી
26/11 આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લવાયો
26/11 આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લવાયો
ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ
ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ
RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ
RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
"CM દાદા" ચીપ્યો બદલીનો ગંજીફો, કિ પોસ્ટ પરથી આ અધિકારીઓ બદલાયા
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
g clip-path="url(#clip0_868_265)">