Dividend: ભારે વેચાણને કારણે Maruti Suzukiનો નફો 48% વધ્યો, કંપની આપશે તેના ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ, જાણો

મારુતિ સુઝુકી ઇન્ડિયાનો શેર 1.70 ટકા અથવા રૂપિયા 219.05 ઘટીને રૂપિયા 12,687.05 પર બંધ થયો હતો. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 13,066.85 રૂપિયા છે. નાણાકીય વર્ષ 2022-23ના સમાન ક્વાર્ટરમાં ઓટો કંપનીનો ચોખ્ખો નફો 2,623.6 કરોડ રૂપિયા હતો.

Dividend: ભારે વેચાણને કારણે Maruti Suzukiનો નફો 48% વધ્યો, કંપની આપશે તેના ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ, જાણો
Image Credit source: Social Media
Follow Us:
| Updated on: Apr 28, 2024 | 9:39 AM

દેશની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયાનો ચોખ્ખો નફો ગયા નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં 47.8 ટકા વધીને રૂપિયા 3,877.8 કરોડ થયો છે. કંપનીનો નફો મુખ્યત્વે મજબૂત વેચાણ અને સાનુકૂળ ભાવને કારણે વધ્યો છે. નાણાકીય વર્ષ 2022-23ના સમાન ક્વાર્ટરમાં ઓટો કંપનીનો ચોખ્ખો નફો 2,623.6 કરોડ રૂપિયા હતો.

મારુતિ સુઝુકીએ શુક્રવારે જણાવ્યું હતું કે, કંપનીએ ગયા નાણાકીય વર્ષમાં 20 લાખ વાહનોનું વેચાણ કર્યું હતું, જે અત્યાર સુધીનું સૌથી વધુ છે. કંપની સતત ત્રીજા વર્ષે ટોચની નિકાસકાર રહી. હવે ભારતમાંથી કુલ પેસેન્જર વાહનોની નિકાસમાં તેનું યોગદાન 41.8 ટકા છે.

શેરધારકોને ડિવિડન્ડ મળશે

મારુતિ સુઝુકી ઈન્ડિયાના બોર્ડે નાણાકીય વર્ષ 2023-24 માટે શેર દીઠ 125 રૂપિયાના વર્ષના અંતે ડિવિડન્ડની ભલામણ કરી છે. મારુતિના ઈતિહાસમાં આ સૌથી મોટો ડિવિડન્ડ છે. મારુતિ સુઝુકી ઈન્ડિયાએ જુલાઈ 8, 2004થી અત્યાર સુધીમાં 20 વખત ડિવિડન્ડ જાહેર કર્યું છે. છેલ્લા 12 મહિનામાં કંપનીએ શેર દીઠ રૂપિયા 90નું ઇક્વિટી ડિવિડન્ડ જાહેર કર્યું છે. વર્તમાન શેરના ભાવે કંપનીની ડિવિડન્ડ યીલ્ડ 0.71 ટકા છે. કંપનીએ વર્ષ 2023માં 90 રૂપિયા અને વર્ષ 2022માં 60 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું.

રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!

મારુતિ સુઝુકી ઈન્ડિયાના શેરની શું હાલત છે?

શુક્રવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં મારુતિ સુઝુકી ઈન્ડિયાનો શેર ઘટાડા સાથે બંધ થયો હતો. કંપનીનો શેર 1.70 ટકા અથવા રૂપિયા 219.05 ઘટીને રૂપિયા 12,687.05 પર બંધ થયો હતો. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 13,066.85 રૂપિયા છે. જ્યારે 52 સપ્તાહની નીચી કિંમત 8,470 રૂપિયા છે. શુક્રવારે BSE પર મારુતિ સુઝુકી ઈન્ડિયાનું માર્કેટ કેપ રૂપિયા 3,98,884.12 કરોડ પર બંધ થયું હતું.

મહત્વનું છે કે ભારતના લોકો મારૂતી સુઝુકી ચલાવવાનું વધારે પસંદ કરે છે કારણ કે મારૂતી સુઝુકીની કાર સસ્તામાં અને વધારે એવરેજ આપે છે, જો કે ભારતમાં મારૂતી સુઝુકીના અનેક પ્લાન્ટ આવેલા છે પણ તેનો સૌથી મોટો પ્લાન્ટ સાણંદમાં છે, આ પ્લાન્ટમાં હવે ટુંક સમયમાં ઈલેક્ટ્રિક કાર પણ બનાવવામાં આવશે તેવુ મારૂતી સુઝુકી દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત સમીટ 2024માં મારૂતી સુઝુકી દ્વારા કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Swiggy IPO : સ્વિગી લાવશે 1.25 બિલિયન ડોલરનો IPO, સેબીમાં જમા કરાવ્યા ડોક્યૂમેંટ

Latest News Updates

પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 30થી વધુ બાળકોમાં ફૂડ પોઈઝનિંગ
રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 30થી વધુ બાળકોમાં ફૂડ પોઈઝનિંગ
મોરબી અને માળીયા કાંઠા વિસ્તારના 34 ગામોને અપાયુ એલર્ટ
મોરબી અને માળીયા કાંઠા વિસ્તારના 34 ગામોને અપાયુ એલર્ટ
કાળઝાળ ગરમી અને માવઠાની આગાહી
કાળઝાળ ગરમી અને માવઠાની આગાહી
કાળઝાળ ગરમી વચ્ચે આ વર્ષે કેસર કેરીના ભાવે પણ આપ્યા ડામ- જુઓ Video
કાળઝાળ ગરમી વચ્ચે આ વર્ષે કેસર કેરીના ભાવે પણ આપ્યા ડામ- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">