ગુજરાતને મળી છે નવી ટ્રેન, નોર્થ-સેન્ટ્રલ-સાઉથ ગુજરાતને જોડશે, જનતાને મળશે લાભ, જુઓ ફોટો
નવી શરૂ થયેલી ટ્રેન નોર્થ ગુજરાત, સાઉથ ગુજરાત તેમજ સેન્ટ્રલ ગુજરાતને જોડશે. જેનો જાહેર જનતા લાભ લઈ શકશે. આ ટ્રેનમાં જનરલ કોચ, સ્લીપર કોચ, 3 ટાયર એસી તેમજ લેડિઝ કોચનો પણ સમાવેશ થાય છે.

આ રેલવે ટ્રેન 03 જાન્યુઆરી 2024ના રોજ શરૂ કરવામાં આવી છે. તે ગુજરાતના 11 મોટા શહેરોમાંથી પસાર થાય છે. આ સ્પેશિયલ ટ્રેનનો નંબર 12997 છે. તે બાંદ્રા ટર્મિનસથી બાડમેર સુધી જશે. આ ટ્રેન રાત્રે 23:55 થી બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બાડમેર 17:55 વાગ્યે પહોંચશે.

આ ટ્રેન 03 જાન્યુઆરી 2024થી શરૂ થઈ છે. ગુજરાતના મુસાફરો પણ આ ટ્રેનનો વિશેષ લાભ લઈ શકશે. આ ટ્રેન આખા રુટ દરમિયાન અંદાજે 994 કિલોમીટર જેટલું અંતર કાપશે.

આ ટ્રેન ગુજરાતમાં વાપી, વલસાડ, સુરત તેમજ અંકલેશ્વરમાંથી ઉપર ફોટોમાં આપેલા સમય મુજબ પસાર થશે.

સેન્ટ્રલ ગુજરાતની વાત કરીએ તો આ ટ્રેન વડોદરા, આણંદ, અમદાવાદ તેમજ નડિયાદને જોડશે. આ ટ્રેન ગુજરાતના 11 શહેરોને જોડે છે.

નોર્થ ગુજરાતમાં આ ટ્રેન મહેસાણા, પાટણ અને ભીલડી સ્ટેશનમાંથી પસાર થશે. ત્યાર પછી તે રાજસ્થાનનું પહેલું સ્ટેશન રાણીવારા પહોંચશે. ત્યાર પછી આ ટ્રેન રાજસ્થાનનું છેલ્લું સ્ટેશન બાડમેરમાં 18:08 વાગ્યે પહોંચાડશે.
