Knowledge : શરીરનું એક એવું અંગ જે મૃત્યુ પછી પણ 10 વર્ષ સુધી જીવિત રહે છે, તમે નહીં જાણતા હોવ નામ
આપણે એક આશ્ચર્યજનક હકીકત જાણીશું કે માનવ શરીરનું એવું કયું અંગ છે જે મૃત્યુ પછી પણ 10 વર્ષ સુધી જીવંત રહી શકે છે.

શરીરનું એવું એક અંગ છે જે મૃત્યુ પછી પણ 10 વર્ષ સુધી જીવિત રહી શકે છે. આ વાત જાણીને તમને ચોક્કસ નવાઈ લાગશે. સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેના મૃતદેહને સળગાવી દેવામાં આવે છે કે પછી દફનાવવામાં આવે છે.

મૃત્યુ પછી શરીરના મોટા ભાગના અંગો કામ કરવાનું બંધ કરી દે છે. ઉદાહરણ તરીકે, હૃદય ધબકવાનું બંધ થઈ જાય છે અને મગજ સુધી ઓક્સિજન જતું રહેતું નથી. તેમ છતાં, કેટલાક અંગો એવા હોય છે કે જે મૃત્યુ પછી પણ થોડા સમય માટે જીવંત રહે છે.

મૃત્યુ પછી વ્યક્તિની આંખોની કોષિકાઓ 6 થી 8 કલાક સુધી જીવિત રહી શકે છે. તેથી જો કોઈ વ્યક્તિએ આંખો દાન કરી હોય તો તેના મૃત્યુ પછી 6 કલાકની અંદર તે આંખો કાઢવી જરૂરી બને છે. આ ઉપરાંત, મૃત્યુ બાદ કિડની, હૃદય અને લીવર જેવા અગત્યના અંગોનું પણ ટ્રાન્સપ્લાન્ટ શક્ય બને છે. હૃદય લગભગ 4 થી 6 કલાક, કિડની લગભગ 72 કલાક અને લીવર 8 થી 12 કલાક સુધી જીવંત રહેતાં હોય છે.

પણ શું તમે જાણો છો કે માનવ શરીરનું એવું પણ એક અંગ છે જે મૃત્યુ પછી પણ આખા 10 વર્ષ સુધી જીવિત રહી શકે છે? આ અંગ છે – હૃદયના વાલ્વ. ડોનેટ લાઈફ જેવી અંગદાન સંસ્થાના જણાવ્યા મુજબ, વ્યક્તિના મૃત્યુ પછી હૃદયમાંથી વાલ્વ કાઢી શકાય છે અને તેને યોગ્ય રીતે પ્રોસેસ, સ્ટેરિલાઈઝ અને પ્રિઝર્વ કરીને 10 વર્ષ સુધી સાચવી શકાય છે.

આવા વાલ્વો પાછળથી જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે. અંતે, એવું કહી શકાય કે માનવ શરીરનું આ અંગ.. હૃદયના વાલ્વ મૃત્યુ પછી પણ વર્ષો સુધી ઉપયોગી રહી શકે છે. અંગદાનની દ્રષ્ટિએ આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને એ માટે લોકોને જાગૃત કરવાનો સમય આવી ગયો છે.
કાનમાં જામેલો મેલ કેવી રીતે કાઢવો? માત્ર એક મિનિટોમાં સાફ થશે કાન, સરળ રીત જણાવ અહીં ક્લિક કરો..
