Plant In Pot : ઘરે કૂંડામાં રજનીગંધાનો છોડ ઉગાડવા અપનાવો આ ટીપ્સ
આજકાલ મોટાભાગના લોકોમાં કિચન ગાર્ડનિંગનો શોખ વધતો જાય છે. જો તમે પણ ઘરે છોડ ઉગાડતા હોવ તો કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવાથી તમને ઘણો લાભ મળી શકે છે. આજે અમે રજનીગંધા ઉગાડતી વખતે આ બાબતો ધ્યાન રાખવી જોઈએ.

રજનીગંધા એક સુગંધિત અને સુંદર ફૂલ છે જે ફક્ત ઘરે ઉગાડવામાં સરળ નથી પણ તમારા ઘરમાં સુગંધ પણ ફેલાવે છે. આ છોડ ખાસ કરીને રાત્રે તેની સુગંધ ફેલાવે છે, તેથી તેને 'રજની' (રાત્રિ) અને 'ગંધા' (સુગંધ) કહેવામાં આવે છે.

રજનીગંધાનો છોડ બીજમાંથી નહીં, પરંતુ કંદમાંથી ઉગે છે. કંદ ડુંગળીના આકારના હોય છે. કંદને જમીનમાં 4 થી 6 ઇંચ ઊંડા વાવો. વાવેતર કર્યા પછી, માટીને ભેજવાળી રાખવા માટે થોડું થોડુ પાણી આપો.

માટી હળવી અને સારી રીતે પાણી નિતારેલી હોવી જોઈએ. જમીનમાં થોડી રેતી અને છાણિયું ખાતર ભેળવો. ઝડપી વિકાસ અને વધુ ફૂલો ઉગે તે માટે દર 20 થી 25 દિવસે એકવાર છાણિયું ખાતર નાખો.

રજનીગંધાના છોડને સૂર્ય પ્રકાશની જરુર પડે છે. તેને દિવસમાં ઓછામાં ઓછો 5 થી 6 કલાક સૂર્યપ્રકાશ મળવો જોઈએ.

રોપણી પછી, છોડને દરરોજ થોડું પાણી આપો. ખાતરી કરો કે માટી ભેજવાળી રહે પણ સ્થિર ન રહે. જેમ જેમ છોડ વધે છે, તેમ તેમ તમે પાણીનું પ્રમાણ ઘટાડી શકો છો.

રોપણી પછી લગભગ ત્રણ મહિના પછી ફૂલો ખીલવા લાગે છે. તેમની સુગંધ ફક્ત પર્યાવરણમાં જ ફેલાયેલી નથી પણ માનસિક શાંતિ પણ પ્રદાન કરે છે.
Tv9 ગુજરાતી પર તમે કૃષિ સબંધિત તમામ સ્ટોરી વાંચી શકો છો. કૃષિ સમાચાર નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે.
