Tech Tips: જૂના અને નકામા પડી રહેલા ફોનને બનાવી દો CCTV કેમેરા ! જાણો અહીં ટ્રિક
Convert phone to CCTV: ફોનમાં લાગેલા કેમેરાનો ઉપયોગ સર્વેલન્સ માટે કરી શકાય છે. તમારે કોઈ વધારાનું ઉપકરણ ખરીદવાની જરૂર નથી અને લાઈવ ફૂટેજ જોવા સિવાય, તમે વીડિયો પણ સાચવી શકો છો. ચાલો તમને તેની ટ્રિક જણાવીએ

નવા સ્માર્ટફોન સતત બજારનો એક ભાગ બની રહ્યા છે અને અપડેટ રહેવા માટે, વપરાશકર્તાઓ લગભગ દર બે વર્ષે તેમના ફોનને બદલે છે. ત્યારે તમારા ઘરમાં પણ કોઈ જૂનો સ્માર્ટફોન પડ્યો હોય, જેનો અત્યારે ઉપયોગ નથી થઈ રહ્યો. શું તમે જાણો છો કે આ ફોનનો ઉપયોગ CCTV કેમેરા તરીકે થઈ શકે છે. ત્યારે ચાલો જાણીએ ટ્રિક

જો તમે એક અલગ CCTV કેમેરા અથવા સર્વેલન્સ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માંગો છો, તો તમારે મોટી રકમ ખર્ચવી પડશે . જો કે, જો તમે યોગ્ય પદ્ધતિ અથવા યુક્તિ જાણો છો, તો ફોનમાં લાગેલા કેમેરાનો ઉપયોગ સર્વેલન્સ માટે કરી શકાય છે. તમારે કોઈ વધારાનું ઉપકરણ ખરીદવાની જરૂર નથી અને લાઈવ ફૂટેજ જોવા સિવાય, તમે વીડિયો પણ સાચવી શકો છો. ચાલો તમને તેની પદ્ધતિ જણાવીએ.

ઘણી થર્ડ પાર્ટી એપ્સ ઉપલબ્ધ છે જેના દ્વારા જૂના ફોનને CCTV કેમેરામાં કન્વર્ટ કરી શકાય છે. અમે આલ્ફ્રેડ હોમ સિક્યુરિટી કેમેરા એપ્લિકેશનનો ઉપયોગ કરવાની અહીં વાત કરીએ છીએ. ક્લાઉડ સ્ટ્રીમિંગ ટુ મોશન ડિટેક્ટ એલર્ટ જેવી સુવિધાઓ તેમાં ઉપલબ્ધ છે. તમારે તમારા જૂના સ્માર્ટફોનમાં આ એપ ડાઉનલોડ કરવી પડશે. જે બાદ નીચે આપેલા સ્ટેપ ફોલો કરો

જૂના ફોન અને વર્તમાન ફોન બંને પર આલ્ફ્રેડ હોમ સિક્યુરિટી કેમેરા એપ્લિકેશન ડાઉનલોડ કરો (જેમાંથી તમે CCTV ફૂટેજ અને વીડિયો જોવા માંગો છો).

બંને ફોન પર એપ સેટઅપ કરો અને વર્તમાન ફોન પર 'વ્યૂઅર' પસંદ કરો. જૂના ફોનમાં તમારે 'કેમેરા' વિકલ્પ પસંદ કરવો પડશે.

આ પછી તમને ગૂગલ એકાઉન્ટની મદદથી લોગિન કરવા માટે કહેવામાં આવશે. બંને ફોન પર સમાન Google એકાઉન્ટથી લોગિન કરો.

છેલ્લે, સેટિંગ્સ બદલીને, તમે જૂના ફોનનો કેમેરા તરીકે અને વર્તમાન ફોનને તેના ડિસ્પ્લે તરીકે ઉપયોગ કરી શકશો. જૂના ઉપકરણ (જે હવે સીસીટીવી કેમેરાની જેમ કામ કરશે)ના સેટિંગ અને ફંક્શનને હાલના ફોનમાંથી જ બદલી શકાય છે.

જ્યાંથી તમે લાઈવ ફૂટેજ જોવા અને વીડિયો રેકોર્ડ કરવા માંગો છો ત્યાંથી જૂના ફોનને સેટઅપ કરો.

ધ્યાનમાં રાખો, બંને ઉપકરણો WiFi અથવા ઇન્ટરનેટ સાથે જોડાયેલા હોવા જોઈએ. આ સિવાય જૂના ફોનને પાવર બેંક અથવા ચાર્જિંગ કેબલની મદદથી પાવરિંગ કરતા રહો, જેથી તેની બેટરી ખતમ થવાને કારણે કેમેરા સ્વિચ ઓફ ન થઈ જાય. બસ, તમારું કામ થઈ ગયું. જૂનો ફોન સીસીટીવી કેમેરા બની જાય છે અને હાલના ડિવાઈસથી મોનીટરીંગ કરી શકાશે.
ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ફોનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

































































