cloud weight : કેટલું હોય છે વાદળોનું વજન ? જવાબ જાણીને તમે ચોંકી જશો
તમને કદાચ ક્યારેક વિચાર આવ્યો હશે કે વાદળનું વજન કેટલું હોય છે. એ સમજવું જરૂરી છે કે વાદળો વિવિધ પ્રકારના હોય છે અને તેમની રચના અને લાક્ષણિકતાઓ પર આધાર રાખે છે. તેથી, કોઈ પણ વાદળનું ચોક્કસ વજન જણાવતા પહેલા એ ઓળખવું જરૂરી છે કે આપણો ઉલ્લેખ કયા પ્રકારના વાદળ સાથે જોડાયેલો છે.

આકાશમાં તરતા વાદળો વિશે કેટલીક એવી રસપ્રદ વિગતો છે કે જે તમને આશ્ચર્યમાં મૂકી દેશે. હવે જો વાદળના વજનની વાત કરીએ, તો સહેજ સવાલ ઊભો થાય: એટલું ભારે હોવા છતાં એ હવામાં કેવી રીતે તરે છે? શું એવી કોઇ રીત છે કે જે તેને ધરતી પર પડવાથી રોકે છે? જોકે, જયારે વાદળમાંથી વરસાદ વરસે છે, ત્યારે તે સીધો જમીન પર જ પહોંચે છે. (Credits: - Canva)

વિજ્ઞાન મુજબ, હવામાં દરેક જગ્યાએ પાણી વરાળરૂપે વિખરાયેલ હોય છે. જ્યારે આ વરાળ હવા ઉપર દિશામાં વધે છે, ત્યારે તેના તાપમાનમાં ઘટાડો થવા લાગે છે. આ દરમિયાન પાણીના કણો સાથે મળીને નાનાં ટીપાં તરીકે સંઘટિત થાય છે, જે ભેગા મળીને વાદળ બનાવે છે. (Credits: - Canva)

આ વાદળો હવામાં તરતા હોવાથી સામાન્ય રીતે હળવા લાગે છે,પણ ખરેખર તેમનું વજન ઘણું વધારે હોય છે. આશ્ચર્યની વાત એ છે કે સરેરાશ એક વાદળનું વજન આશરે 1.1 મિલિયન પાઉન્ડ એટલે કે લગભગ 450 હજાર કિલોગ્રામ છે. જે લગભગ 100 જેટલા હાથીઓના વજનના બરાબર ગણાય છે.

એક મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે વાદળો આટલા વજન સાથે પણ કેવી રીતે તરતા રહે છે? તેનું કારણ એ છે કે વાદળ બનાવનાર પાણીના કણો ખૂબ જ સૂક્ષ્મ અને હળવા હોય છે, જેને ગરમ હવા સરળતાથી ઉપર લઈ જાય છે. (Credits: - Canva)

જે રીતે પાણી ઉકળે ત્યારે વરાળ સ્વરૂપે ઉપર જાય છે, તે જ રીતે આ પાણીના નાના નાના ટીપાં પણ ઉપર ચઢે છે. જ્યાં સુધી આ ટીપાં ભેગા થઈને વધારે ભારવાળા ન બને, ત્યાં સુધી એ જમીન પર પડતા નથી. વાદળમાંથી પાણી ત્યા સુધી નીચે નહીં આવે, જયાં સુધી તે વરસાદ, બરફ કે કરા રૂપે પરિવર્તિત ન થાય. જો વાદળ કોઈ અવરોધને અથડાય અથવા અંદરથી દબાણ વધે, તો તે ‘વાદળ ફાટે’ તેવી ઘટનાઓ ઊભી થાય છે. (Credits: - Canva)

(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ માહિતીના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.) (Credits: - Canva)
જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજને લગતા સમાચાર વાંચવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
