High Protein : સૌથી વધુ પ્રોટીન કઈ દાળમાં હોય છે?
દાળ આપણા ડાયટમાં પ્રોટીનનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. મોટાભાગે ઘરોમાં દાળ ભોજનનો મહત્વપૂર્ણ ભાગ હોય છે. દાળમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ અને અનેક પોષક તત્વો હોય છે.

દાળ ખાવાથી શરીરને તાકાત અને ઊર્જા મળે છે. રોજિંદા ભોજનમાં દાળનો સમાવેશ કરવાથી સ્વાસ્થ્ય સારું રહી શકે છે અને શરીરને જરૂરી પોષણો પણ મળી શકે છે.

અડદની દાળમાં આશરે 24થી 26% પ્રોટીન હોય છે. તે સ્નાયુઓને મજબૂત બનાવવા અને ઉર્જા પૂરી પાડવા માટે ખૂબ જ ઉપયોગી છે. તેનો ઉપયોગ ઢોસા, ઈડલીમાં મોઠા પ્રમાણમાં કરવામાં આવે છે.

મસૂરની દાળમાં આશરે 24થી 25% પ્રોટીન હોય છે. તે પચવામાં પણ સરળ હોય છે. તેથી તે દૈનિક ભોજન માટે એક સારો વિકલ્પ હોઈ શકે છે.

મગની દાળમાં આશરે 23થી 24% પ્રોટીન હોય છે. તે ખૂબ જ હળવું અને પચવામાં સ્વસ્થ હોય છે. ફણગાવેલા મગમાં પોષણ મૂલ્ય વધુ વધી જાય છે.

તુવેરની દાળમાં આશરે 22થી 23% પ્રોટીન હોય છે. ભારતીય ઘરોમાં દરરોજ વપરાતી આ દાળ ઊર્જા અને જરૂરી પોષણને પૂરું પાડે છે.

ચણાની દાળમાં આશરે 20થી 22% પ્રોટીન હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.
આ પણ વાંચો, Mobile Phone Tips : ફોન ગરમ અને ધીમો ચાલે છે, ક્યાંક આ મોટી ખામીનો સંકેત તો નથી?
