AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બાઘાના પિતાનું થયું નિધન, ગુજરાતી રંગભૂમિના રહ્યા છે વરિષ્ઠ કલાકાર

ગુજરાતી રંગભૂમિના વરિષ્ઠ રંગકર્મી અરવિંદ વેકરીયાનું અવસાન થયું છે , તે તન્મય વેકરિયાના પિતા છે (તન્મય તારક મહેતાકા ઉલ્ટા ચશ્મામાં બાઘાના પાત્ર માટે પ્રખ્યાત છે)

Breaking News : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બાઘાના પિતાનું થયું નિધન, ગુજરાતી રંગભૂમિના રહ્યા છે વરિષ્ઠ કલાકાર
Image Credit source: AI
| Updated on: Jun 24, 2026 | 12:58 PM
Share

ગુજરાતી રંગભૂમિના વરિષ્ઠ રંગકર્મી અરવિંદ વેકરીયાનું અવસાન થયું છે , તે તન્મય વેકરિયાના પિતા છે (તન્મય તારક મહેતાકા ઉલ્ટા ચશ્મામાં બાઘાના પાત્ર માટે પ્રખ્યાત છે) તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર બાઘાની માતાનું પણ અવસાન થોડા સમય પહેલા થયું હતુ. બાઘાના પિતા જાણીતા ગુજરાતી સિનેમાના ફેમસ હતા. અરવિંદ વેકરિયા ગુજરાતી સિનેમા ને થિયેટરના જાણીતા એક્ટર હતા. તન્મયનો નાનો ભાઈ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે.

બાઘાના પિતાનું થયું નિધન

View this post on Instagram

સેટ પર જ ભાવુક થયો

લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં બાઘાની ભૂમિકા ભજવનારા અભિનેતા તન્મય વેકરિયાનો થોડા સમય પહેલા એક વીડિયો વાયરલ થયો હતો. શોના શૂટિંગ દરમિયાન એક એવો ક્ષણ આવ્યો જ્યારે તન્મય પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શક્યા નહીં. એક દ્રશ્યના શૂટિંગ દરમિયાન તેમને પોતાની માતાની યાદ આવી ગઈ અને તેઓ સેટ પર જ ભાવુક થયો હતો. તેમની સ્થિતિ જોઈને નિર્માતાઓએ થોડા સમય માટે શૂટિંગ અટકાવવાનો નિર્ણય લીધો હતો.

View this post on Instagram

તન્મય વેકરિયા કોમેડી કલાકાર

તન્મય વેકરિયા એક ટીવી સ્ટાર, ફિલ્મ સ્ટાર અને હાસ્ય કલાકાર છે. તે મહાન ગુજરાતી અભિનેતા શ્રી અરવિંદ વેકરિયાના પુત્ર છે. તેમણે 2009 ની ભારતીય કોમેડી ફિલ્મ, ઢુંઢતે રહે જાઓગે માં પણ અભિનય કર્યો હતો. તેમણે સમય ચક્ર ફિલ્મમાં પણ અભિનય કર્યો હતો.તન્મય વેકરિયાના ચાહકો ખુબ મોટી સંખ્યામાં છે. ફેમસ અભિનેતા તન્મય વેકરિયા લોકપ્રિય કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” માં બાઘાની ભૂમિકા માટે જાણીતા છે. તેમનો જન્મ 1981 માં ગુજરાતના સુરતમાં થયો હતો.

તન્મયે જણાવ્યું કે, અમારા ઘરમાં મારા પરિવારમાં માતા-પિતા , મારો ભાઈ મનવિત અને હું હતો. આજે મારો ભાઈ ઓસ્ટ્રેલિયામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. મારા પિતા અરવિંદ વેકરિયા ગુજરાતી થિયેટરમાં જાણીતો ચેહરો હતો. બાળપણમાં તેને મંચ પર જોતા જોતા તેના અભિનયે મને એક્ટિંગ માટે પ્રેરિત કર્યા હતા.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ એક ભારતીય હિન્દી સિરિયલ છે, જે 28 જુલાઈ 2008થી સબ ટીવી પર ટેલિકાસ્ટ થઈ રહી છે. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">