Breaking News: ચૈતર વસાવાને ભરૂચ કોર્ટનું તેડું! 29 જુલાઈએ હાજર રહેવાનો આદેશ
ભરૂચ: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વધુ એક કાયદાકીય ગુંચવણમાં ફસાઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ભરૂચની કોર્ટે પોલીસની છબી ખરડવાના મામલે તેમની સામે કેસમાં નોટિસ જારી કરી છે અને 29 જુલાઈ, 2026ના રોજ કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો છે.

મળતી માહિતી મુજબ, જુલાઈ 2024 દરમિયાન ચૈતર વસાવાએ સમગ્ર ગુજરાત પોલીસ દારૂ વેચતી હોવાની છબી ઊભી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસકર્મી પ્રહલાદ પરમાર અને પ્રવીણ પરમારે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ભરૂચ કોર્ટમાં છે.
આ કેસમાં કોર્ટ દ્વારા ચૈતર વસાવાને 23 જૂન, 2026ના રોજ હાજર રહેવા માટે અગાઉ આદેશ કરવામાં આવ્યો હતો. જોકે, તે તારીખ માટે નોટિસની યોગ્ય રીતે બજવણી થઈ ન હોવાનું કોર્ટના ધ્યાન પર આવ્યું હતું.
સરકારી વકીલ પરેશ પંડ્યાએ જણાવ્યું હતું કે અગાઉની નોટિસની બજવણી થઈ નથી જેના આધારે કોર્ટે ફરીથી નોટિસ જારી કરી છે. સાથે જ જો ચૈતર વસાવા જેલમાં હોય તો ત્યાં પણ નોટિસની બજવણી કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. હવે આ સમગ્ર મામલે 29 જુલાઈએ કોર્ટમાં શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર રહેશે!!!
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ