AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ketan Agarwal Case Pune: સિયા અને ચેતનની 5 ભૂલો, જેણે કેતન અગ્રવાલ હત્યા કેસનું રહસ્ય ખોલ્યું

Ketan Agarwal Case Pune: પુણેના હાઈપ્રોફાઈલ કેતન અગ્રવાલ હત્યાકાંડમાં પોલીસે મંગેતર સિયા અને તેના પ્રેમી ચેતનની ધરપકડ કરી છે. 33 ડિગ્રીની ગરમીમાં આરોપીનું હુંડી પહેરવું, સાપ હોવાનું કહી ધક્કો મારવો. 238 કલાકનું કોલ રેકોર્ડિંગ

Ketan Agarwal Case Pune: સિયા અને ચેતનની 5 ભૂલો, જેણે કેતન અગ્રવાલ હત્યા કેસનું રહસ્ય ખોલ્યું
Image Credit source: AI
| Updated on: Jun 24, 2026 | 11:46 AM
Share

Siya Goyal-Chetan Chaudhary 5 Mistakes : પુણેના ગહુંજે વિસ્તારનો રહેવાસી 26 વર્ષીય બિઝનેસમેન કેતન વિશાલ અગ્રવાલનું મૃત્યુની સ્ટોરી સાંભળી બધાના રુંવાડા ઉભા થઈ રહ્યા છે. 18 જૂનના રોજ ઐતિહાસિક લોહાગઢ કિલ્લાની ઉંડી ખાણમાં પડી જવાથી કેતનનું મોત શરુઆતમાં એક ટ્રેકિંગ અકસ્માત માનવામાં આવી રહી હતી. પરંતુ પુણે ગ્રામીણ પોલીસ,લોનાવલા રુરલ પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝીણવટ પૂર્વક તપાસ કરી આ કેસને એક મર્ડર મિસ્ટ્રીમાં બદલીનાંખી હતી.

આ સમગ્ર કાવતરું કેતનની મંગેતર સિયા ગોયલ (20) અને તેના પ્રેમી ચેતન ચૌધરી (22) દ્વારા રચવામાં આવ્યું હતું. પરંતુ તેમના તેઓ કેટલીક ભૂલ કરી. જેના કારણે તેઓ જેલના સળિયા પાછળ ધકેલાયા.

સીસીટીવી ફુટેજની સૌથી મહત્વની ભૂમિકા

આખા મર્ડર મિસ્ટ્રીના કેસની તપાસ માટે લોહાગઢ કિલ્લાના ટિકિટ કાઉન્ટર પર લાગેલા સીસીટીવી ફુટેજે સૌથી મહત્વની ભૂમિકા નિભાવી હતી. પોલીસે જ્યારે ફુટેજ જોયા તો કેતન અને સિયાની પાછળ એક શંકાસ્પદ વ્યક્તિ જોવા મળ્યો હતો.ચોંકાવનારી વાત એ હતી કે, 18 જૂનના રોજ અહી તાપમાન 33 ડિગ્રી સેલિસ્યસ હતુ પરંતુ તેમ છતાં યુવકે શોર્ટસની સાથે એક હુડી પહેરી હતી. હુડી કેપ આગળ રાખી હતી. જેનાથી ચેહરો ન દેખાય. તેની ઉપર હેડફોન લગાવ્યા હતા. આટલી ભીષણ ગરમીમાં હુડી પહેરવું બધાને અજીબ લાગ્યું હતુ. એક અન્ય ફુટેજમાં જેવો સિયાએ પાછળ જોયું તો હુડી વાળા યુવકે તરત નીચે બેસવાનો પ્રયત્ન કર્યો હતો. અહી પોલીસને શંકા ગઈ હતી.

15 દિવસમાં 4 વખત કિલ્લામાં જવાની અનોખી જીદ

કેતનની બહેન સંજના અને પરિવાર સાથે પુછપરછ કરવામાં આવી તો જાણવા મળ્યું કે, ફેબ્રુઆરીમાં સગાઈ થયા બાદ સિયા અચાનક કેતન પર લોહાગઢ કિલ્લા જવા માટે દબાણ કરી હતી. માત્ર 15 દિવસની અંદર 4 વખત કિલ્લા પર લઈ જવાનો પ્રયત્ન કરી ચૂકી હતી.

31 મે સિયા પહેલી વખત કેતનને લોહાગઢ કિલ્લે લઈ ગઈ

4 જૂનના રોજ બીજી વખત જવાની જીદ કરી પરંતુ કેતનની માતાએ ના પાડી હતી

14 જૂન (પહેલો પ્રયાસ): સિયા કેતનને કિલ્લા પર લઈ ગઈ. ત્યાં, તેમણે તેને ટેકરી પરથી નીચે ધકેલી દેવાનો પ્રયાસ કર્યો, પરંતુ કેતને બુદ્ધિપૂર્વક ઝાડી પકડી અને બચી ગયો. જ્યારે કેતને પૂછ્યું કે તેને કેમ ધક્કો માર્યો, ત્યારે સિયાએ સાપ હોવાનો ઢોંગ કર્યો અને કહ્યું કે તે તેને તેનાથી બચાવી રહી હતી.

18 જૂન (હત્યાનો દિવસ) : તે કેતનને ફરીથી લઈ ગઈ અને આ વખતે તેના પ્રેમી ચેતન સાથે મળીને ગુનાને અંજામ આપ્યો હતો.

બાલી ટ્રિપ અને પાસપોર્ટ ગુમ

સિયા અને ચેતન કોઈ પણ સંજોગોમાં કેતનની લગ્ન પહેલા હત્યા કરવા માંગતા હતા. કેતન અને સિયાનું પ્રી વેડિંગ ફોટોશૂટ ઈન્ડોનેશિયાના બાલીમાં થવાનું હતુ. પરંતુ આ ટ્રિપ પર જતાં પહેલા કેતનનો પાસપોર્ટ રહસ્યમય ગુમ થયો હતો. જેના કારણે તેમને એરપોર્ટ પરથી પાછા ફરવું પડ્યું હતુ. પોલીસને શંકા છે કે, આ પાસપોર્ટ પણ સિયાએ ગુમ કર્યો છે. જેનાથી કેતન ભારતમાં જ રહે અને તેને દુર કરી શકે. નવેમ્બરમાં ઉદયપુરમાં એક પેલેસમાં બંનેના લગ્ન થવાના હતા.

બહેનની સતર્કતા અને 238 કલાકનું ખુની કલેક્શન

કેતનના અંતિમ સંસ્કારના ચાર દિવસ પછી સિયા જ્યારે ઘરે પહોંચી તો કેતનની બહેન સંજનાએ તેને આ અકસ્માત વિશે કેટલાક સવાલો કર્યા હતા. સિયા ડરી ગઈ હતી, બધાને શંકા જતા બહેને આની જાણકારી તરત પોલીસને કરી હતી.

ત્યારબાદ જ્યારે પોલીસ ડિઝિટલ ફોરેન્સિક અને કોલ ડિટેલ રેકોર્ડ તપાસ કર્યા હતા. ચોંકાવનારું સત્ય સામે આવ્યું હતુ. સિયા અને ચેતન ચૌધરીનું છેલ્લા 3 વર્ષથી અફેર હતુ. આ વર્ષે 1 જાન્યુઆરી થી જુન સુધી બંન્ને વચ્ચે 2,004 વખત ફોન કર્યો હતો. વોટ્સએપ અને ફેસટાઈમ પર વાતચીત થઈ હતી. બંન્નેએ 6 મહિનામાં કુલ 238 કલાક વાત કરી હતી. 16 અને 17 જૂનના રોજ આખી રાત બંને વીડિયો કોલ કર્યા અને ફેસટાઈમ પર મર્ડરનું પ્લાનિંગ કરી રહ્યો હતો.

મહારાષ્ટ્ર દેશના 28 રાજ્યોમાંનું એક છે. તેનુ પાટનગર મુંબઈ છે. મહારાષ્ટ્ર રાજ્યની વસ્તી 11 કરોડથી વધુ છે.  અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">