Women’s health : મહિલાઓએ પીરિયડ્સ સંબંધિત આ બાબતો પર ધ્યાન આપવું જોઈએ
પીરિયડ્સ સાયકલ કેટલા દિવસમાં આવવું નોર્મલ છે અને ક્યાં ક્યાં કારણોથી પીરિયડ્સ અનિયમિત થઈ શકે ચે. તમારી મેસ્ટ્રુઅલ સાયકલ સાથે જોડાયેલી મહત્વની વાતો મહિલાઓએ જાણવી ખુબ જરુરી છે.

પીરિયડ્સ સાથે જોડાયેલી કેટલીક એવી વાત છે. જેને લઈ મહિલાઓ હંમેશા મુંઝવણમાં રહેતી હોય છે. જેના વિશે તે વધારે જાણતી પણ નથી. પીરિયડ્સ મહિલાઓને દર મહિને આવતા એક સામાન્ય પ્રકિયા છે પરંતુ તેમણે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું ખુબ જરુરી છે.

પીરિયડ્સ સાયકલ તમારા હેલ્થ વિશે ઘણું બધું કહી જાય છે. શું પીરિયડસ સમયસર આવે છે કે નહીં, ચક્ર કેટલા દિવસનું છે અને જો માસિક ચક્ર નિયમિત નથી તો શા માટે આવું થાય છે,કેટલા દિવસની સાયકલ છે. તેમજ જો પીરિયડ્સ સાયકલ રેગ્યુલર નથી તો કેમ,આ બધી એવી વાતો છે જેના વિશે તમારે ધ્યાન આપવું જોઈએ.

પીરિયડ્સ સાયકલ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો વિશે એક્સપર્ટ પાસેથી જાણીએ.

પીરિયડ્સ સાઈકલ અનિયમિત હોવાથી પીરિયડ્સ મોડા આવવા પાછળ સ્ટ્રેસ,હોર્મોનલ અસંતુલન અને લાઈફસ્ટાઈલમાં ફેરફાર હોઈ શકે છે.

શરીરમાં આયર્નનું પ્રમાણ ઓછું થવાને કારણે અથવા હોર્મોનલ અસંતુલનને કારણે ભારે બ્લીડિંગ થઈ શકે છે. જો તમને તમારા પીરિયડ્સ દરમિયાનવધારે બ્લીડિંગ થઈ રહ્યું હોય અથવા લાંબા સમય સુધી બ્લીડિંગ ચાલુ રહે, તો આ સ્પષ્ટ સંકેત છે કે શરીરમાં કંઈક ગડબડ છે.

પીરિયડ્સ સાયકલ સામાન્ય રીતે 3-5 દિવસ અથવા 7 દિવસ સુધી ચાલવું જોઈએ. આનાથી ઓછા કે વધુ દિવસો સુધી ચાલતા પીરિયડ્સને અવગણશો નહીં

પીરિયડ્સના દિવસોમાં જો લાંબા સમય સુધી બ્લીડિંગ થઈ રહ્યું છે. તો આ પીસીઓએસ અથવા થાઈરોડનું કારણ બની શકે છે., ગંભીર દુખાવો એન્ડોમેટ્રિઓસિસ અથવા ઈફ્લેમેશન તરફ ઈશારો કરે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો






































































