AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Japanese Web Series: એક્શનથી ભરપૂર ‘Anime’ નવયુવાનોમાં ક્રેઝ બની રહ્યું છે!

એનિમે શ્રેણી એટલે જાપાનમાં બનાવવામાં આવેલ કાર્ટૂન-સ્ટાઇલની વાર્તાઓ, જે એક સીરિઝ તરીકે ટેલિવિઝન અથવા OTT પ્લેટફોર્મ પર દર્શાવવામાં આવે છે. ભારતમાં એનિમે તેના અનોખા એક્શન, ભાવનાત્મક સ્ટોરી, રમૂજી પળો અને વિવિધ પાત્રોની વિશિષ્ટ ઓળખ કારણે ખૂબ લોકપ્રિય બની રહ્યું છે. ખાસ કરીને યુવકો અને નવયુવાનોમાં એનિમે દર્શકોની સંખ્યા સતત વધી રહી છે.

| Updated on: Feb 09, 2026 | 9:55 AM
Share
એનિમે શ્રેણી એટલે જાપાનમાં બનાવવામાં આવેલ કાર્ટૂન-સ્ટાઇલની વાર્તાઓ, જે એક સીરિઝ તરીકે ટેલિવિઝન અથવા OTT પ્લેટફોર્મ પર દર્શાવવામાં આવે છે. ભારતમાં એનિમે તેના અનોખા એક્શન, ભાવનાત્મક સ્ટોરી, રમૂજી પળો અને વિવિધ પાત્રોની વિશિષ્ટ ઓળખ કારણે ખૂબ લોકપ્રિય બની રહ્યું છે. ખાસ કરીને યુવકો અને નવયુવાનોમાં એનિમે દર્શકોની સંખ્યા સતત વધી રહી છે. (Image Credit: Amazon Prime Video)

1 / 7
Naruto (નારુતો) : જાપાનની લોકપ્રિય મંગા અને એનિમે સિરીઝ 'નારુતો', મસાશી કિશિમોટોની રચના છે, જે નારુતો ઉઝુમાકી નામના યુવાન નિંજા પર આધારિત છે. સમાજથી અવગણાયેલા નારુતોનું એકમાત્ર સપનું પોતાના ગામનો સર્વોચ્ચ નેતા એટલે કે 'હોકેજ' બનવાનું છે. સિરીઝની સ્ટોરીલાઇન બે ભાગોમાં રજૂ થાય છે, પહેલો ભાગ 'નારુતો'ના બાળપણ (વોલ્યુમ 1-27) અને બીજો ભાગ તેની કિશોરાવસ્થાની સફર (વોલ્યુમ 28-72) દર્શાવે છે. ભાવનાત્મક કથા, જોરદાર એક્શન અને પ્રેરણાદાયક સંદેશ સાથે 'નારુતો' આજે પણ વિશ્વભરમાં દર્શકોના દિલ પર રાજ કરે છે. ઓરિજિનલ 'નારુતો' હિન્દી ડબ્ડ ટોટલ 220 એપિસોડ SonyLIV પર સ્ટ્રીમ કરે છે. (Image Source: Google)

2 / 7
Jujutsu Kaisen (જુજુત્સુ કૈસેન) : 'જુજુત્સુ કૈસેન' જાપાનની લોકપ્રિય મંગા સિરીઝ છે, જેને 'ગેગે અકુતામી'એ લખી અને ચિત્રીત કરી છે. માર્ચ 2018થી સપ્ટેમ્બર 2024 સુધી આ મંગા શૂએશાની પ્રતિષ્ઠિત મેગેઝિન 'વીકલી શોનેન જમ્પ'માં પ્રકાશિત થઈ હતી અને તેની કહાની કુલ 30 'ટાંકોબોન વોલ્યુમ્સ'માં સંકલિત કરવામાં આવી છે. આ સિરીઝમાં હાઈસ્કૂલ વિદ્યાર્થી 'યુજી ઇટાડોરી'ની સફર દર્શાવવામાં આવી છે, જે એક ગુપ્ત જુજુત્સુ સોર્સરર્સ સંગઠનમાં જોડાઈ જાય છે. શક્તિશાળી શ્રાપ 'ર્યોમેન સુકુના'ને નાશ કરવા માટે ચાલી રહેલી લડાઈ દરમિયાન યુજી પોતે જ સુકુનાનો હોસ્ટ બની જાય છે, જેના કારણે શ્રેણી વધુ રહસ્યમય, રોમાંચક અને એક્શનથી ભરપૂર બને છે.  હાલ, Jujutsu Kaisenની ત્રીજી સીઝન ચાલે છે .ભારતમાં નવા એપિસોડો Netflix તથા Crunchyroll બંને ઉપલબ્ધ છે, અને શો સમયાંતરે ડબ અને સબ્ટાઈટલ વર્ઝનમાં પણ જોવા મળે છે. (Image Source: Google)

3 / 7
Attack on Titan (એટેક ઓન ટાઇટન) : એટેક ઓન ટાઇટન એક પોસ્ટ-એપોકેલિપ્ટિક દુનિયામાં આધારિત લોકપ્રિય એનિમે સિરીઝ છે જ્યાં કહાનીનો કેન્દ્રબિંદુ યુવાન 'એરેન યેગર' છે, જે પોતાના મિત્રો 'મિકાસા એકરમેન' અને 'આર્મિન આર્લર્ટ' સાથે આ ભયાનક વિશ્વમાં જીવવા માટે સંઘર્ષ કરે છે. જ્યારે એક વિશાળ કોલોસલ ટાઇટન તેમના વતન શહેરની દિવાલ તોડી નાંખે છે અને 'ટાઇટનસ એરેન'ની માતાને મારી નાખે છે, ત્યારે 'એરેન' બદલો લેવાની પ્રતિજ્ઞા કરે છે. તે ટાઇટન સામે લડતી ખાસ સૈન્ય ટુકડી 'સર્વે કોર્પ્સ'માં જોડાય છે. સિરીઝ 'એરેન' અને તેની ટીમની ટાઇટન સામેની ભયંકર લડાઈ, તેમજ ટાઇટનસના મૂળ અને ઇતિહાસના રહસ્યોને ઉઘાડતી રોમાંચક સફરને અસરકારક રીતે રજૂ કરે છે. Attack on Titanની કુલ 4 સીઝન છે જે સબટાઇટલ અને હિન્દી વર્ઝન સાથે Netflix, Crunchyroll, Amazon Prime Video પર ઉપલબ્ધ છે. (Image Source: Google)

4 / 7
Spy x Family (સ્પાય × ફેમિલી) : Spy x Family જાપાનની લોકપ્રિય વેબ મંગા અને એનિમે સિરીઝ છે, જેને 'તાત્સુયા એન્ડો'એ લખી અને ચિત્રીત કરી છે. આ કહાની 'લોઇડ ફોર્જર' નામના  જાસૂસ પર આધારિત છે, જેને એક મહત્વપૂર્ણ મિશન પૂરું કરવા માટે મજબૂરીમાં એક નકલી પરિવાર બનાવવો પડે છે. પરંતુ કહાનીને રસપ્રદ બનાવે છે એ હકીકત કે લોઇડને ખબર નથી કે તેની દત્તક દીકરી Anya મન વાંચી શકે એવી ટેલિપાથ છે, જ્યારે તેની પત્ની તરીકે પસંદ કરેલી સ્ત્રી 'યોર ફોર્જર' એક નિપુણ skilled assassin છે. હાસ્ય, એક્શન અને ભાવનાત્મક પળોથી ભરપૂર Spy x Family એનિમે દર્શકોમાં ખાસ લોકપ્રિય બની રહી છે. હાલ સુધી Spy × Familyની કુલ 2 સીઝન રિલીઝ થઈ ચૂકી છે. જેને તમે Netflix, Crunchyroll, Amazon Prime Video પર જોઈ શકો છો. (Image Source: Google)

5 / 7
My Hero Academia (માય હીરો અકાડેમિયા) : My Hero Academia એ જાપાનની લોકપ્રિય એનિમે અને મંગા સિરીઝ છે, જે એક એવા વિશ્વમાં આધારિત છે જ્યાં સુપરપાવર્સ (જેને 'ક્વિરક્સ' કહેવામાં આવે છે) સામાન્ય બની ગયા છે. વિશ્વના સૌથી મહાન સુપરહીરો 'ઓલ માઇટ' 'મિડોરિયા'ની ક્ષમતાને ઓળખીને તેનું ક્વિર્ક આપી દે છે અને તેને સુપરહીરો તાલીમ માટે એક પ્રતિષ્ઠિત હાઈસ્કૂલમાં દાખલ કરાવવામાં મદદ કરે છે. શ્રેણી તેના મુશ્કેલ પ્રેક્ટિસ, એક્શન પળો અને ઇન્સ્પાયરિંગ સ્રાફો સાથે દર્શકોમાં ખુબ લોકપ્રિય બની છે. My Hero Academia હાલ 6 સીઝન પૂરાં થયા છે અને સીઝન 7 ચાલી રહી છે. તમે આ એનિમે સિરીઝ Crunchyroll, Netflix અને Disney+ Hotstar પર જોઈ શકો છો. (Image Source: Google)

6 / 7
એનિમે ફેન્સ ઓનલાઇન ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા નવી એપિસોડ્સ અને સીઝન ઝડપી અને સરળતાથી જોઈ શકે છે. તેના કારણે, દેશના યુવાનોમાં એનિમે  મનોરંજન નહીં, પણ સર્જનાત્મકતા અને કલ્પનાશીલતાને પ્રોત્સાહન આપતું માધ્યમ બની રહ્યું છે.

7 / 7

લોકો મનોરંજન માટે કંઈકને કંઈક જોતા હોય છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી વેબ સિરીઝ. TV9 ગુજરાતી પર અમે વેબ સીરીઝને લગતા સમાચાર લખીએ છીએ. જેને વાંચવા અહીં ક્લિક કરો

ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video

સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ

Breaking News : પરષોત્તમ સોલંકીનું સીમર ગામે કોળી સમાજને દબંગ નિવેદન

Breaking News : અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ 11 મહિના રહેશે બંધ

Breaking News : સંબંધો કરતાં જમીન મોટી, રાજોડનું હૃદય હચમચાવતું સત્ય

રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકના શો પર કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

Breaking News :AMCમાં હોર્ડિંગ્સ કૌભાંડ, નિયમોને તોડીને કરોડોની રમત

કોંગ્રેસ દ્વારા હું નથુરામ ગોડ્સેનો વિરોધ, હેમુ ગઢવી હોલ પર પ્રદર્શન

કોળી સમાજના યુવક પર હુમલાના કેસમાં આરોપી જયરાજ આહીરના જામીન મંજૂર

DJ પ્રતિબંધને લઈને દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરનો લીધો ઉધડો- જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">