AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કમલમમાં ગયેલા સરકારી કર્મચારી, નોકરીમાંથી રાજીનામુ આપીને ભાજપનો ભગવો ખેસ ધારણ કરી લેઃ કોંગ્રેસ

GTUના કુલપતિ રાહુલ ગજ્જર, અમદાવાદ સિવિલ સુપ્રિટેન્ડન્ટ રાકેશ જોષી અને સિવિલના પેરોપ્લેજિયા વિભાગના નિયામક પિયુષ મિત્તલનો એક ફોટો શેર કરીને કોંગ્રેસના પ્રવકત્તા મનિષ દોશીએએ, કમલમમાં ઉપસ્થિત રહેનારા ત્રણેય સરકારી કર્મચારીઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરવા રાજ્યપાલ સમક્ષ માંગ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2026 | 4:11 PM
Share

ગુજરાતમા ભાજપના શાસનકાળ દરમિયાન સરકારી કર્મચારીઓએ નીતિ નિયમોને નેવે મૂકી દીધા હોય તેવી એક ઘટના તાજેતરમાં પ્રકાશમાં આવી છે. આ ઘટનાને લઈને કોંગ્રેસે રાજયપાલ દેવવ્રતને એક પત્ર લખીને સરકારી નીતિ નિયમોનો સરેઆમ ભંગ કરનારા સરકારી કર્મચારી સામે પગલાં ભરવાની માગણી કરી છે.

કોંગ્રેસના પ્રદેશ પ્રવકત્તા મનીષ દોશીએ, એક ફોટો શેર કરીને જણાવ્યું છે કે, ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. સરકારી કર્મચારીઓ માટેની સર્વિસ રૂલ બુક મુજબ કોઈ પણ રાજકીય પક્ષના કાર્યક્રમમાં, સરકારી કર્મચારી હાજર રહી શકે નહીં. પબ્લિક યુનિવર્સિટી એક્ટ મુજબ કુલપતિ પક્ષીય પ્રવૃત્તિમાં જોડાઈ ના શકે. સરકારી કર્મચારી પક્ષીય કાર્યક્રમમાં જોડાય તે સરકારી સેવા નિયમોનો સરેઆમ ભંગ ગણાય છે.

GTUના કુલપતિ રાહુલ ગજ્જર, અમદાવાદ સિવિલ સુપ્રિટેન્ડન્ટ રાકેશ જોષી અને સિવિલના પેરોપ્લેજિયા વિભાગના નિયામક પિયુષ મિત્તલનો એક ફોટો શેર કરીને કોંગ્રેસના પ્રવકત્તા મનિષ દોશીએએ, કમલમમાં ઉપસ્થિત રહેનારા ત્રણેય સરકારી કર્મચારીઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરવા રાજ્યપાલ સમક્ષ માંગ કરી છે. જેથી કરીને ભવિષ્યમાં અન્ય કોઈ સરકારી કર્મચારી કોઈ પણ રાજકીય પક્ષના કાર્યક્રમમાં જોડાતા પૂર્વે વિચારે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
g clip-path="url(#clip0_868_265)">