Women’s health : એન્ડોમેટ્રિઓસિસથી પીડિત મહિલાઓમાં જોવા મળે છે આ લક્ષણો
જો તમારે પીરિયડ્સ દરમિયાન વધુ પેઇનકિલર્સ લેવી પડે છે, તો આ સમસ્યા ફક્ત પીરિયડ્સની નહીં પણ એન્ડોમેટ્રિઓસિસની પણ હોઈ શકે છે. તો ચાલો જાણીએ એન્ડોમેટ્રિઓસિસના લક્ષણો શું છે.

પીરિયડ્સ દરમિયાન મહિલાઓને અનેક પ્રકારની સમસ્યા થાય છે. 3 થી 5 દિવસ સુધી ચાલનાર પીરિયડ્સની સાયકલમાં વજાઈનામાંથી બ્લીડિંગ, પગમાં ક્રેમ્પસ, પેટમાં દુખાવાની સમસ્યાઓ જોવા મળે છે.પીરિયડ્સમાં થનારી આ સમસ્યાઓથી રાહત મેળવવા માટે મહિલાઓ ગરમ પાણીનું શેક તેમજ પેન કિલર ખાય છે.

પીરિયડ્સમાં 1 કે 2 પેન કિલર ખાવી સામાન્ય વાત છે પરંતુ વધુ પેન કિલરનું સેવન કરો છો. તો આ સમસ્યા માત્ર પીરિયડ્સની નહી પરંતુ એન્ડોમેટ્રિઓસિસસની હોય શકે છે. એન્ડોમેટ્રિઓસિસ એક ગંભીર અને ખતરનાક બીમારી છે. જેમાં ગર્ભાશયના આંતરિક સ્તર (એન્ડોમેટ્રીયમ) ની પેશીઓ ગર્ભાશયની બહાર વધવા લાગે છે.

ડોક્ટરનું કહેવું છે કે,એન્ડોમેટ્રિઓસિસ મહિલાઓના પ્રજનન સ્વાસ્થયને પણ પ્રભાવિત કરી શકે છે અને આના કારણે દુખાવો વધારે થાય છે. તો આજે આપણે વાત કરીશું. એન્ડોમેટ્રિઓસિસના લક્ષણોની જેનાથી આ સમસ્યાને સરળતાથી સમજી શકાશે.

ગાયનેકોલોજીસ્ટથી પીડિત મહિલાઓને પીરિયડ્સ દરમિયાન વધારે દુખાવો થાય છે.ડિસમેનોરિયાના કારણે પીરિયડ્સમાં મહિલાઓને પેટની નીચેના ભાગે ,પીઠ અને કમરમાં પણ દુખાવો થાય છે.

એન્ડોમેટ્રિઓસિસના કારણે મહિલાઓને પીરિયડ્સ દરમિયાન હેવી બ્લીડિંગ થાય છે. આ બ્લીડિંગ લાંબા સમય સુધી રહે છે. પીરિયડ્સમાં હેવી બ્લીડિંગના કારણે એનીમિયાનો ખતરો વધી જાય છે.

એન્ડોમેટ્રિઓસિસ સ્ત્રીઓના પ્રજનન અંગોને અસર કરે છે. આનાથી ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડે છે કારણ કે, આ સ્થિતિ સ્ત્રીના ઇંડા અને પુરુષના શુક્રાણુના મિલનની પ્રક્રિયામાં વિક્ષેપ પાડે છે.

પીરિયડ્સ દરમિયાન દુખાવો , હેવી બ્લીડિંગના કારણે શરીર ખુબ કમજોર અને થાકેલું લાગે છે.થાકને કારણે કામમાં મુશ્કેલીઓ અને અન્ય સમસ્યાઓ જોવા મળી શકે છે.એન્ડોમેટ્રિઓસિસથી પીડિત મહિલાઓને શારીરિક સંબંધ બનાવતી વખતે દુખાવો થઈ શકે છે.

એન્ડોમેટ્રિઓસિસને કારણે સ્ત્રીઓને બળતરા, પેશાબ કરતી વખતે દુખાવો અને પીરિયડ્સ દરમિયાન વારંવાર પેશાબ કરવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.એન્ડોમેટ્રિઓસિસને કારણે સ્ત્રીઓમાં હોર્મોનલ ફેરફારો વધુ જોવા મળે છે. હોર્મોનલ અસંતુલન દરમિયાન મૂડ સ્વિંગ, ચીડિયાપણું અને હતાશા જેવી સમસ્યાઓ જોવા મળે છે.

એન્ડોમેટ્રિઓસિસની સારવાર માટે મુખ્યત્વે અનેક પ્રકારની દવાઓ અને સર્જરી ઉપલબ્ધ છે. જો તમને પીરિયડ્સ દરમિયાન ઉપરોક્ત લક્ષણો દેખાય, તો ડૉક્ટરને તેના વિશે જણાવો અને સારવાર પ્રક્રિયા શરૂ કરો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
