Women’s health : જો કોઈ પ્રેગ્નેન્ટ મહિલાને હેપેટાઇટિસ હોય તો, તેના બાળકને અસર થાય? જાણો AIIMSના ડૉક્ટર પાસેથી
હેપેટાઈટિસ એક વાયરલ સંક્રમણ છે. જે લિવરને નુકસાન પહોંચાડે છે. આ પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે ખુબ ખતરનાક બની શકે છે. કારણ કે, આ માત્ર તેના સ્વાસ્થને પ્રભાવિત કરતું નથી સાથે ગર્ભમાં રહેલા બાળક માટે પણ જોખમ ઉભું કરી શકે છે.

પ્રેગ્નેન્સી દરમિયાન જો મહિલાને હેપેટાઈટિસ થઈ જાય છે તો. આ તેના અને તેના ગર્ભમાં રહેલા બાળક બંન્ને માટે ખતરનાક સાબિત થઈ શકે છે. હેપેટાઈટિસ એક વાયરલ સંક્રમણ છે. જે લિવરને પ્રભાવિત કરે છે. આ અનેક પ્રકારના હોય છે. જેમ કે,હેપેટાઈટિસ A, B, C, D અને આમાંથી હેપેટાઈટિસ બી અને સી પ્રેગ્નેન્સીમાં સૌથી ખતરનાક હોય છે.

કારણ કે, આ માતામાંથી બાળકમાં ટ્રાન્સમિટ થઈ શકે છે. આનાથી નવજાત બાળકને ગંભીર લિવર ઈન્ફેક્શન થઈ શકે છે. તેમજ ભવિષ્યમાં લિવર કેન્સર કે સિરોસિસનો પણ ખતરો રહે છે. તો ચાલો જાણીએ આનાથી કેવી રીતે બચવું.

હેપેટાઈટિસ એક વાયરલ સંક્રમણ છે. જે અનેક કારણોના કારણે થઈ શકે છે. જેનાથી સંક્રમિત લોહી કે ગંદી સોયનો ઉપયોગ કરવો,જૂની સોયથી ઈન્જેક્શન આપવું કે અસુરક્ષિત બ્લડ ટ્રાન્સફ્યુજન કરવું વગેરે સામેલ છે.

જ્યારે હેપેટાઈટિસ બી અને સી સંક્રમિત માતામાંથી બાળકમાં ટ્રાન્સમિટ થઈ શકે છે. જો ટેટૂ કરાવતી વખતે કે પિયર્સિંગ કરતી વખતે સાધનોને યોગ્ય રીતે જંતુરહિત કરવામાં ન આવે તો તે ચેપનું કારણ પણ બની શકે છે.

તો ચાલો હવે જાણીએ કે, હેપેટાઈટિસથી કેવી રીતે બચવું. જો પ્રેગ્નેન્ટ મહિલાને હેપેટાઈટિસ બી છે. તો નવજાત બાળકને સંક્રમણથી બચાવવા જન્મ બાદ એટલે કે, 12 કલાકની અંદર 2 ઈન્જેક્શન આપવામાં આવે છે. એક હેપેટાઈટિસ બી વેક્સિન અને બીજી HBIG. આ બંન્ને રસી મળી બાળકની ઈમ્યુનિટીને મજબુત કરે છે અને સમક્રમણનો ખતરો ઓછો થઈ જાય છે. ત્યારબાદ બાળકને 6 મહીનાની અંદર 2ડોઝ આપવામાં આવે છે.

જો કોઈ મહિલાને હેપેટાઇટિસ સી હોય, તો તેના માટે હાલમાં કોઈ રસી ઉપલબ્ધ નથી, પરંતુ જન્મ પછી બાળકની સમયાંતરે તપાસ અને દેખરેખ જરૂરી છે. આ સમય દરમિયાન, ડૉક્ટરની સલાહ મુજબ ડિલિવરીની પદ્ધતિ અને સમય નક્કી કરવામાં આવે છે જેથી બાળકમાં ચેપનું જોખમ ઓછું થાય.

આ બાબતનું પણ ધ્યાન રાખો. પ્રેગ્નેન્સીની શરુઆતમાં હેપેટાઈટિસની તપાસ કરાવો. દૂષિત પાણીથી બચો. સ્વચ્છતાનું ધ્યાન રાખો. કોઈ પણ ઈન્જેક્શન , દવા કે ટેટુ કરાવતા પહેલા તેના ઉપકરણની સ્વચ્છતા તપાસો. જો હેપેટાઈટિસ પોઝિટિવ છો. તો નવજાત બાળકને સમયસર વેક્સીન અને ઈમ્યુનોગ્લોબુલિન અપાવો. બ્રેસ્ટ ફીડિંગને લઈ ડોક્ટરની પણ જરુર સલાહ લો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































