Women’s health : મહિલાઓની દુશ્મન બની શકે છે આ ચોખાના દાણા જેવડી ગાંઠ, જાણો ગાયનેકોલોજિસ્ટ શું કહે છે
એક વસ્તુ સ્ત્રીઓ માટે ખતરો બની શકે છે, જેનાથી ગર્ભાશય ફાઇબ્રોઇડ્સ થાય છે, યુટેરાઈન ફાઇબ્રોઇડ્સથી શું થાય છે?જાણો ગાયનેકોલોજિસ્ટ શું કહે છે

ગર્ભાશયમાં ગાંઠ થવી મહિલાઓ માટે ગંભીર સમસ્યા છે. પરંતુ દર વખતે મહિલાએ આ વાતથી ડરવાની જરુર નથી કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવાથી આ ખતરો ઓછો થઈ શકે છે.

મહિલાઓ માટે ગર્ભાશયમાં ફાઇબ્રોઇડની ગાંઠ ગંભીર સમસ્યા છે.મોટાભાગના ફાઇબ્રોઇડ્સ કેન્સરગ્રસ્ત ન હોવા છતાં, તે ઘણી પીડાદાયક સમસ્યાઓનું કારણ બની શકે છે. પરંતુ શું તમે જાણો છો કે, ગર્ભાશયમાં ગાંઠ કેમ થાય છે? તેને યુરેટાઈન ફાઈબ્રોઈડ કહેવામાં આવે છે.

ગર્ભાશય ફાઇબ્રોઇડ્સ શું છે?ફાઇબ્રોઇડ્સ એક ગાંઠ હોય છે. જે મસ્લસ સેલ્સ અને ફાઈબ્રસ કનેક્ટિવ ટિશ્યુથી બનેલી હોય છે. આ ગ્રોથ ગર્ભાશયની અંદર અને બહાર બંન્ને જગ્યાએ થાય છે. તમને જાણીને નવાઈ થશે કે, આ ગાંઠની સાઈઝ ચોથાના દાણાથી લઈ લીબું જેવડી હોય છે.

મહિલાઓને હંમેશા એક સવાલ મુશ્કેલીમાં મુકે છે કે,યુરેટાઈ ફાઈબ્રોઈડ્સનુ કારણ શું છે.જે ગાંઠનો ખતરો ઓછી શકી શકે, રિપોર્ટ કહે છે કે, ફાઈબ્રોઈડસનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ કેટલાક સંશોધન સૂચવે છે કે હોર્મોન એસ્ટ્રોજનના કારણે યુટ્રસમાં અસામાન્ય સેલ્સ વધી શકે છે.

યુટેરાઈન ફાઇબ્રોઇડ્સથી શું થાય છે? પેટમાં ભારેપણું લાગવું, પેલ્વિક મસ્લમાં દુખાવો, કમર નીચે દુખાવો, બ્લીડિંગ થવું, કબજીયાત થવી.

ગર્ભાશયના ફાઇબ્રોઇડ્સ સામાન્ય રીતે પ્રેગ્નન્સીમાં સમસ્યા ઉભી કરતી નથી પરંતુ તે ગંભીર સમસ્યા છે. ઈનફર્ટિલિટી વધી શકે છે.શારીરિક સંબંધ બાંધવામાં મુશ્કેલી અને ગર્ભપાતનું જોખમ વધારી શકે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
