Women’s Health : મહિલાઓને ડિલિવરી પછી કેમ થાય છે યુરિન લીકેજની સમસ્યા, જાણો ગાયનેકોલોજિસ્ટ શું કહે છે
યૂરિનરી ઈનકૉન્ટિનેસ એક પોસ્ટપાર્ટમ કંડીશન છે. જે અનેક મહિલાઓમાં ડિલિવરીના થોડા અઠવાડિયામાં આપમેળે ઠીક થઈ જાય છે.જોકે, કેટલીક મહિલાઓને લાંબા સમય સુધી આ સમસ્યાનો અનુભવ થઈ શકે છે.આવા કિસ્સાઓમાં, તાત્કાલિક ગાયનેકોલોજિસ્ટનો સંપર્ક કરવો જોઈએ.

શું તમે જાણો છો કે, મોટાભાગની મહિલાઓને ડિલિવરી બાદ યુરિન લીકેજ ( યૂરિનરી ઈનકૉન્ટિનેસ)થી પરેશાન રહે છે. આ સમસ્યા બાળકના જન્મના થોડા અઠવાડિયાની અંદર શરુ થઈ જાય છે. અન્ય શબ્દોમાં યુરિનરી ઈન્કોન્ટિનેસ એક પોસ્ટપાર્ટમ કંડીશન છે. જેમાં ડિલીવરી બાદ મહિલાઓના બ્લૈડર પર નિયંત્રણ ખુબ ઓછું થઈ જાય છે. જેમાં દિવસમાં કેટલીક વખત યુરિન લીકેજની સમસ્યા થાય છે.

મહિલાઓ સાથે જોડાયેલી આ સમસ્યાઓ વિશે આ જે આપણે ગાયનેકોલોજિસ્ટ પાસેથી વિસ્તારથી જાણીશું.યૂરિનરી ઈનકૉન્ટિનેસ શું છે. તો યૂરિનરી ઈનકૉન્ટિનેસ આ સમસ્યામાં યુરિન કંટ્રોલમાં રહેતું નથી તેમજ યુરિન અચાનક નીકળી જાય છે. યૂરિનરી ઈનકૉન્ટિનેસ 2 પ્રકારના હોય છે. પહેલું હસવું, છીંકવુ, ઉધરસ ખાવી કે પછી ચાલતી વખતે પેલ્વિક એરિયામાં દુખાવો થવાથી યુરિન નીકળી જાય છે. જેને સ્ટ્રેસ ઈનકૉન્ટિન્ટેન્સ કહેવામાં આવે છે.

બીજું અર્જ ઇન્કન્ટીનેન્સ છે. ઉંમર વધવાની સાથે, મૂત્રાશય અને કિડનીના સ્નાયુઓ એટલા નબળા પડી જાય છે કે તેઓ થોડા સમય માટે પણ પેશાબના દબાણનો સામનો કરી શકતા નથી, અને ટોઈલેટ પહોંચતા પહેલા યુરિન નીકળી જાય છે. આને અર્જ ઇન્કન્ટીનેન્સ કહેવામાં આવે છે. કેટલીક મહિલાઓને તણાવ અસંયમનો અનુભવ થાય છે, જ્યારે અન્ય મહિલાઓને અર્જનાના લક્ષણોનો અનુભવ થાય છે. જોકે, કેટલીક મહિલાઓને બંનેનો અનુભવ થાય છે.

યૂરનિરી ઈનકૉન્ટિનેસ શું છે? એક્સપર્ટનું કહેવું છે કે, પ્રેગ્નન્સી દરમિયાન પ્રોજેસ્ટેરોન નામનું હોર્મોન વધવા લાગે છે. આ યુટ્રસ અને બ્લૈડર બંન્નેની મસ્લસને રિલેક્સ કરે છે. પરંતુ ડિલિવરી દરમિયાન જ્યારે બાળક વજાઈનલ કૈનલના માધ્યમથી નીકળી જાય છે.

ત્યારે પેલ્વિકની તમામ મસ્લમાં ખેંચાવ આવે છે ત્યારે વજાઈનામાં ખેંચાણ આવે છે. હોર્મોન્સ અને સ્ટ્રેચિંગ બંનેની અસરો યુરિનમાં અસંતુલન તરફ દોરી શકે છે. આ સમસ્યા ડિલિવરીના થોડા દિવસો કે અઠવાડિયા પછી થાય છે.

યૂરનિરી ઈનકૉન્ટિનેસની સારવાર માટે ડિલિવરી બાદ મહિલાઓને પેલ્વિક ફલોર કે કીગલ કસરત કરવી જોઈએ. ડિલિવરી બાદ મહિલાઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પહેલા ફિજિયોથેરાપિસ્ટ દ્વારા કસરતની ટ્રેનિંગ આપવામાં આવે છે. આ કસરત દરરોજ કરવી જોઈએ.

લાઈફસ્ટાઈલમાં ફેરફાર યૂરનિરી ઈનકૉન્ટિનેસની સારવારમાં મદદ કરી શકે છે. જેમાં ડિલિવરી પછી વજન ઘટાડવું, વધુ ફાઇબરયુક્ત ખોરાક ખાવો, વધુ પાણી પીવું અને ભારે વજન ઉપાડવાનું ટાળવું શામેલ છે.

યૂરનિરી ઈનકૉન્ટિનેસની સમસ્યા સામાન્ય રીતે થોડા અઠવાડિયામાં ઠીક થઈ જાય છે. જો આવું ન થાય અને ડિલિવરી પછી બે થી ત્રણ મહિના સુધી પણ સમસ્યા ચાલુ રહે, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.

પ્રાઈવેટ પાર્ટ હંમેશા સાફ હોવો જોઈએ. પર્યાપ્ત માત્રમાં પાણી પીઓ. તેમજ સંતુલિત ડાયટ લો.તણાવ ઓછો કરો અને પૂરતી ઊંઘ લો, કારણ કે હોર્મોનલ અસંતુલન પણ ડિસ્ચાર્જ વધારી શકે છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
