Women’s health : શું મહિલાઓને બ્રેસ્ટમાં ગાંઠ થવીએ બ્રેસ્ટ કેન્સરની નિશાની છે? જાણો ગાયનેકોલોજિસ્ટ શું કહે છે
દુનિયાભરમાં બ્રેસ્ટ કેન્સરના ખુબ સામે આવી રહ્યા છે. બ્રેસ્ટ કેન્સરનું સૌથી સામાન્ય કારણ બ્રેસ્ટમાં ગાંઠ થવી છે. પરંતુ શું બ્રેસ્ટ પર થનારી ગાંઠ બ્રેસ્ટ કેન્સર સાથે જોડાયેલી હોય છે? તો ચાલો આ વિશે વિસ્તારથી જાણીએ.

છેલ્લા કેટલાક વર્ષોમાં બ્રેસ્ટ કેન્સરના કેસ સતત વધી રહ્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના રિપોર્ટ મુજબ દુનિયાભરમાં દર વર્ષે લાખો મહિલાઓ આ બીમારીઓથી પ્રભાવિત થઈ રહી છે. બ્રેસ્ટ કેન્સર એક પ્રકારનું કેન્સર છે.

જેમાં બ્રેસ્ટમાં સેલ્સઅસામાન્ય રુપથી વધવા લાગે છે અને ગાંઠ કે, ટ્યુમરના રુપમાં બદલાય જાય છે. આનું સામાન્ય કારણ સ્તનમાં ગાંઠ હોવાનું અનુભવાય છે. વહેલું નિદાન અને સમયસર સારવારથી પરિણામોમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે.

ડોક્ટર જણાવે છે કે, દરેક ગાંઠ કેન્સરની હોતી નથી. મહિલાઓના બ્રેસ્ટમાં અનેક પ્રકારની ગાંઠ બની શકે છે. જેમ કે, સિસ્ટ, ફાઈબ્રોએડેનોમાં કે ઈન્ફેક્શન,આ સામાન્ય રુપથી બેનાઈન એટલે કે, નોન-કેન્સર યુક્ત હોય છે.

સામાન્ય રીતે જે કેન્સરની ગાંઠ હોય છે. જે દુખાવા વગરની હોય છે અને સમયની સાથે આકારમાં વધી જાય છે. આ સિવાય કેન્સરમાં નિપ્પલમાંથી અસામાન્ય ડિસ્ચાર્જ, સ્કિનમાં ખેંચાણ અથવા લાલાશ અને બ્રેસ્ટના કદમાં ફેરફાર જેવા ચિહ્નો જોવા મળે છે.

ડોક્ટર જણાવે છે કે, કોઈ પણ ગાંઠને હળવાશથી ન લો, સમયસર અલ્ટ્રાસાઉન્ડ, મેમોગ્રાફી કે ડોક્ટર પાસે તપાસ કરો. શરુઆતની ઓળખથી સારવાર સરળ અને અસરકારક છે.

મહિલાઓ માટે એ સમજવું મહત્વપૂર્ણ છે કે દરેક ગાંઠ ખતરનાક નથી હોતી, પરંતુ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.

જો તમને પણ બ્રેસ્ટમાં ગાંઠ અનુભવાય છે. તો આ વસ્તુનું ધ્યાન રાખો. નિયમિત રુપથી સેલ્ફ બ્રેસ્ટ ચેક કરો. બ્રેસ્ટમાં કોઈ પણ ગાંઠ હોય તો નજરઅંદાજ ન કરો. ડોક્ટર પાસે સમયે સમયે તપાસ કરાવો. ખાસ કરીને 40 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ.

સ્વસ્થ લાઈફસ્ટાઈલ અપનાવો. હેલ્ધી ડાઈટ લો અને નિયમિત કસરત કરો. ધ્રુમ્રપાન અને દારુના સેવનથી બચો. જો તમારી ફેમિલી હિસ્ટ્રીમાં કેન્સર છે તો વિશેષ સતર્ક રહો.

વિશ્વ આરોગ્ય સંસ્થાના ડેટા અનુસાર, દર વર્ષે લાખો સ્ત્રીઓ સ્તન કેન્સરથી મૃત્યુ પામે છે. છતાં મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર વિશે જાગૃતિ ઓછી છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
