Women’s health : મહિલાઓને લાંબા સમય સુધી પેશાબ રોકી રાખવાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે
લાંબા સમય સુધી પેશાબ રોકી રાખવાથી મૂત્રાશય પર દબાણ વધે છે, જેનાથી દુખાવો થઈ શકે છે. આ દુખાવો કિડની સુધી પણ પહોંચી શકે છે. તો જાણો મહિલાઓને લાંબા સમય સુધી પેશાબ રોકી રાખવાથી ગંભીર સ્વાસ્થય સમસ્યાઓ થઈ શકે છે. જાણો ડોક્ટર પાસેથી.

જો તમે હંમેશા ઓફિસ કે ઘરે પેશાબ રોકી રાખો છો. તો સાવધાન થઈ જજો. લાંબા સમય સુધી પેશાબ રોકવાથી અનેક સ્વાસ્થય સમસ્યાઓ થઈ શકે છે. તેમજ કેટલીક ગંભીર બીમારીઓની ઝપેટમાં પણ તમે આવી શકે છે.

શું તમે ક્યારેય વિચાર્યું કે, લાંબા સમય સુધી પેશાબ રોકવી અસુવિધાજનક નથી પરંતુ તમારા સ્વાસ્થય માટે ખતરનાક પણ હોય શકે છે. કામમાં વ્યસ્તતા, લાંબી યાત્રા, ટ્રાફિક જામ કે પછી બાથરુમની અસુવિધાના કારણે કેટલીક મહિલાઓ પેશાબ જતી નથી.

પરંતુ થોડા સમય સુધી પેશાબ રોકી રાખવું નોર્મલ છે પરંતુ જો આ આદત પડી ગઈ તો યૂરિન સિસ્ટમ પર તણાવમાં નાંખી શકે છે. તેમજ અનેક ગંભીર સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. લાંબા સમય સુધી પેશાબ રોકી રાખવાથી મૂત્રાશય પર દબાણ વધે છે, અને વારંવાર આમ કરવાથી મૂત્રાશયના સ્નાયુઓ નબળા પડી શકે છે, જેના કારણે અંડરએક્ટિવ બ્લેડર (UAB) જેવી સમસ્યાઓ થઈ શકે છે.

લાંબા સમયસુધી પેશાબ રોકવાથી મૂત્રાશય પર દબાણ વધે છે. ક્યારેક, પેશાબ કિડનીમાં પણ પાછો ફરી શકે છે, આ સ્થિતિને વેસિકોરેટરલ રિફ્લક્સ કહેવાય છે. જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલુ રહે, તો તે કિડનીને નુકસાન પણ પહોંચાડી શકે છે.

મહિલાઓમાં, સતત પેશાબ રોકવાથી પેલ્વિક ફ્લોરના સ્નાયુઓ નબળા પડી શકે છે, જે પેશાબના પ્રવાહને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. નબળા પેલ્વિક ફ્લોરથી વારંવાર પેશાબ રોકવા, લિકેજ અથવા પેશાબની અન્ય સમસ્યાઓ થઈ શકે છે.

પેશાબના હેલ્ધી રુટિનની જો આપણે વાત કરીએ તો.દર 3-4 કલાકે પેશાબ કરો.પુષ્કળ પાણી પીઓ અને હાઇડ્રેટેડ રહો.નિયમિત કસરત કરો અને પેલ્વિક ફ્લોર કસરતો કરો. તમારા શરીરના સંકેતોને સમજો અને સમયસર પેશાબ કરો.પેશાબ રોકી રાખવાની આદત ટાળો, તમારા શરીરના સંકેતોને સમજો અને સમયસર પેશાબ જાઓ.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
