Women’s health : શરીરની સ્વચ્છતા સાથે બ્રેસ્ટની સ્વચ્છતા જાળવવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, જાણો ગાયનેકોલોજિસ્ટ શું કહે છે
મહિલાઓ માટે બ્રેસ્ટ હાઈજીનનું ધ્યાન રાખવું ખુબ જરુરી છે, જો તમે બ્રેસ્ટની યોગ્ય રીતે સાફ-સફાઈ કરતી નથી કે પછી બ્રેસ્ટની આજુબાજુ સાફ સફાઈકરતા નથી તો આની સ્વાસ્થ પર ખરાબ અસર પડી શકે છે.

બ્રેસ્ટ મહિલાઓના શરીરનો એક મહત્વનો ભાગ છે. ત્યારે તેના હેલ્થ અને હાઈજીનનો ખ્યાલ રાખવો પણ ખુબ જરુરી છે. બ્રેસ્ટની આજુબાજુના વિસ્તારમાં સાફ સફાઈ અને બ્રેસ્ટની તપાસ કરવી ખુબ જ જરુરી છે.

મહિલાઓ ઘણીવાર તેમના બ્રેસ્ટના વિસ્તારને યોગ્ય રીતે કેવી રીતે સાફ કરવું તે જાણતી નથી. બ્રેસ્ટના વિસ્તારને સ્વચ્છ રાખવુંએ શરીરના અન્ય કોઈપણ ભાગમાં સ્વચ્છતા જાળવવા જેટલું જ મહત્વપૂર્ણ છે. બ્રેસ્ટની સ્વચ્છતાને અવગણવાથી બળતરા, ખંજવાળ અને ઈન્ફેક્શન થઈ શકે છે. ચાલો ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણીએ કે બ્રેસ્ટની સ્વચ્છતા જાળવવા માટે તમારે શું ધ્યાનમાં લેવું જોઈએ.

બ્રેસ્ટની સ્વચ્છતા માટે આ ટિપ્સ ફોલો કરો. બ્રેસ્ટના આજુબાજુના વિસ્તારને સાફ કરવો ખુબ જરુરી છે. આ વિસ્તારમાં પરસેવો વધારે થવાથી બેક્ટરીયિનો ભય વધારે રહે છે. તેમજ બ્રાના કારણે બ્રેસ્ટની આજુબાજી ખંજવાળ અને એલર્જી પણ થઈ શકે છે.

બ્રેસ્ટને માત્ર નોર્મલ વોશ કરવું જરુરી નથી. બ્રેસ્ટની આસપાસ સારી રીતે સાફ કરો જેથી કોઈ ગંદકી ન રહે. બ્રેસ્ટ હાઈજીન પર બ્રાની પણ અસર થાય છે.

કેટલીક વખત મહિલાઓ નાહ્યા બાદ તરત જ બ્રા પહેરી લે છે. અને આ વિસ્તાર ભીનો હોય છે. આ યોગ્ય વાત નથી. આનાથી એલર્જી પણ થઈ શકે છે. બ્રેસ્ટને ટુવાલથી યોગ્ય રીતે સાફ કરો આસપાસનો વિસ્તાર સુકાય જાય ત્યાર બાદ બ્રા પહેરો.

દરેક મહિલાઓ માટે એક વાત મહત્વની છે કે, બ્રાને તડકાંમાં સુકવવી ખુબ જરુરી છે. તમે બ્રેસ્ટ હાઈજીનનું ગમે તેટલું ધ્યાન રાખો પરંતુ જો બ્રા યોગ્ય રીતે વોશ કરી નથી તો ઈન્ફેક્શનનો ડર રહે છે.

દરરોજ તમારી બ્રા બદલવી જરુરી છે. ઉપરાંત, રાત્રે સૂતી વખતે બ્રા પહેરવાનું ટાળો. બ્રેસ્ટના ભાગની આસપાસ હળવું મોઇશ્ચરાઇઝર લગાવવું પણ મદદરૂપ થાય છે. આ ડ્રાઈનેસને અટકાવે છે અને બ્રેસ્ટને હાઇડ્રેટેડ રાખે છે. જો બ્રેસ્ટ સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યા હોય તો ગાયનેકોલોજિસ્ટની સલાહ લો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
