Women’s health : શું વાયુ પ્રદૂષણ સ્ત્રીની ફર્ટિલિટીને અસર કરે છે? ડૉક્ટર પાસેથી જાણો
વાયુ પ્રદુષણના કારણે શ્વસન તંત્ર અને હાર્ટ પ્રોબ્લેમનો ખતરો ખુબ વધી જાય છે. હવે એક સવાલ છે કે, શું મહિલાની ફર્ટિલિટીને પણ પ્રભાવિત કરી રહ્યું છે? તો આ વિશે આપણે વિસ્તારથી જાણીએ.

આજના સમયમાં માત્ર મોટા શહેરમાં જ નહી પરંતુ ગામડાંઓ અને શહેરોમાં પણ વાયુ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની ગયું છે. વાયુ પ્રદૂષણ શ્વસન અને હૃદયની સમસ્યાઓનું જોખમ વધારી રહ્યું છે. વધુમાં, વાયુ પ્રદૂષણ ડાયાબિટીસ, થાઇરોઇડ અને અસ્થમાના દર્દીઓની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ વધારો કરી રહ્યું છે.

ત્યારે એક સવાલ ઉઠે છે કે, શું વાયુ પ્રદૂષણના કારણે મહિલાઓની ફર્ટિલિટી પર પણ અસર પડે છે. આ વિશે આજે આપણે ડોક્ટર પાસેથી વિસ્તારથી જાણીએ.

અભ્યાસોએ દર્શાવ્યું છે કે, વાયુ પ્રદૂષણ અંતઃસ્ત્રાવી વિક્ષેપક તરીકે કાર્ય કરી શકે છે. તે ઓક્સિડેટીવ તણાવ વધારે છે. તણાવ માત્ર સ્ત્રીઓમાં જ નહીં પરંતુ પુરુષોમાં પણ પ્રજનન ક્ષમતાને અસર કરે છે. અભ્યાસો દર્શાવે છે કે પ્રદૂષણને કારણે હવામાં હાજર સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ ગર્ભપાતનું જોખમ વધારે છે. વધુમાં, વાયુ પ્રદૂષણ પણ ફર્ટિલિટીની ક્ષમતા ઘટાડી શકે છે.

હવામાં રહેલા પ્રદૂષણ આ નાના કણ શ્વાસ દ્વારા ફેફડાં અને ત્યારબાદ બ્લડ ફ્લોમાં પહોંચે છે. લોહીમાં પ્રદૂષણના કણ પહોંચ્યા બાદ હોર્મોનલ અસંતુલન થાય છે. જે ઓવ્યુલેશન પ્રકિયાને પણ પ્રભાવિત કરે છે. મોટા શહેરોમાં ફેકટરીઓ અને ગાડીઓમાંથી નીકળતા ધુમાંડા ગેસ એન્ડોમેટ્રિયલના સ્વાસ્થ પર અસર ડાલે છે. જેના કારણે ગર્ભધારણ કરવામાં મુશ્કેલી થાય છે.

સ્વાસ્થય વિશેષજ્ઞનું કહેવું છે કે, પ્રદૂષના કારણે હવામાં રહેલા રસાયણ ઓવેરિયન રિઝર્વ(અંડાશયમાં અંડાણુઓની સંખ્યા)ને ઓછી કરી શકે છે. જેનાથી મહિલાઓની ફર્ટિલિટી પ્રભાવિત થાય છે. આ કારણથી મહિલાઓને ગર્ભધારણ કરવામાં પરેશાની થઈ શકે છે.

વાયુ પ્રદૂષણ માત્ર મહિલાઓની પ્રજનન ક્ષમતાને જ અસર કરતું નથી, પરંતુ અનેક ગંભીર બીમારીઓનું કારણ પણ બને છે. ચાલો જાણીએ કે, વાયુ પ્રદૂષણને કારણે મહિલાઓને બીજી કઈ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

PCOS લાંબા સમય સુધી વાયુ પ્રદૂષણમાં રહેવાના કારણથી મહિલાઓને પીસીઓએસની સમસ્યા થઈ શકે છે. પીસીઓએસની સમસ્યાના કારણે મહિલાઓને ગર્ભધારણ કરવામાં મુશ્કેલીઓ આવે છે.વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવવાથી ગર્ભપાત અથવા સમય પહેલા પ્રસૂતિનું જોખમ પણ વધે છે.

વાયુ પ્રદૂષણ મહિલાઓની પ્રજનન ક્ષમતાને અસર કરે છે. પોતાને બચાવવા માટે, મહિલાઓએ વ્યક્તિગત સ્તરે મહત્વપૂર્ણ પગલાં લેવાની જરૂર છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, મહિલાઓએ વાયુ પ્રદૂષણની અસરોથી પોતાને બચાવવા માટે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ.

વધુમાં, આહાર અને સારી લાઈફસ્ટાઈલ દ્વારા વાયુ પ્રદૂષણની અસરો ઘટાડી શકાય છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
