Women’s health : મહિલાઓને બ્રેસ્ટ સંબંધિત આ સમસ્યાઓ કેટલીક વખત પરેશાન કરે છે, જાણો ગાયનેકોલોજિસ્ટ શું કહે છે
બેસ્ટ સાથે જોડાયેલી કેટલીક સમસ્યા વધારે પરેશાન કરી દે છે. જો તમને પણ આવા કોઈ લક્ષણ જોવા મળે છે. તો ગભરાવાની જરુર નથી. તરત જ ડોકટરનો સંપર્ક કરો.

મહિલાઓના શરીરમાં અનેક સમસ્યાઓ પુરુષના શરીર કરતા અલગ હોય છે.એક રીતે જોઈએ તો મહિલાઓ સમસ્યાઓને લઈ હંમેશા તેના પીરિયડ્સનું કારણ માને છે પરંતુ આવું નથી. શરીરની રચના અને હોર્મોનના ઉતાર-ચઢાવ સિવાય કેટલીક સમસ્યાઓ એવી હોય છે. જે ખુબ પરેશાન કરે છે.

જો તમને પુછવામાં આવે તો બ્રેસ્ટ સાથે જોડાયેલી એક સામાન્ય સમસ્યા શું છે. તો તમે કદાચ બ્રેસ્ટ કેન્સરનું નામ આપશો પરંતુ આ સિવાય શું હોય છે?

ગાયનેકોલોજિસ્ટનું કહેવું છે કે, મહિલાઓ મોટાભાગે બ્રેસ્ટ કેન્સર વિશે વિચારતી હોય છે પરંતુ આ સિવાય પણ અનેક સમસ્યાઓ છે. બ્રેસ્ટની ગાંઠ ખુબ કોમન છે, એક વાત જાણી લો ચેસ્ટ પેન અને બ્રેસ્ટ પેનમાં ખુબ અંતર હોય છે.

ઘણી મહિલાઓ તેમના ડૉક્ટરને પણ કહી શકતી નથી કે તેમને છાતીમાં કે સ્તનમાં દુખાવો થઈ રહ્યો છે. તમારે તમારી સમસ્યા વિશે ખુલ્લા દિલથી વાત કરવાની જરૂર છે અને પછી જ તમે યોગ્ય સારવાર મેળવી શકશો. બ્રેસ્ટમાં દુખાવો ઘણા કારણોસર થઈ શકે છે.

વધુ પડતા કામને કારણે બ્રેસ્ટમાં દુખાવો થાય છે.કસરત દરમિયાન બ્રેસ્ટમાં દુખાવો,પીરિયડ્સ દરમિયાન બ્રેસ્ટમાં દુખાવો, બર્થ કંટ્રોલ ગોળીઓ અથવા અન્ય હોર્મોનલ દવાઓને કારણે બ્રેસ્ટમાં દુખાવો,ખોટા પ્રકારની બ્રા પહેરવાને કારણે,

બ્રેસ્ટનો દુખાવો ક્યારેક ખભા, ગરદન અને બગલના નીચેના ભાગમાં ફેલાય છે. લાંબા દિવસના કામને કારણે રાત્રે આ વધુ ખરાબ થઈ શકે છે. જો આવું થાય, તો ભારે કામ કરવાનું ટાળો. જો દુખાવો લાંબા સમય સુધી ચાલુ રહે, તો ડૉક્ટરની સલાહ લો.

કેટલીક વખત હોર્મોન્સમાં ફેરફાર થવાના કારણે બ્રેસ્ટની સમસ્યાઓ થાય છે.બ્રેસ્ટમાં દુખાવો, બ્રેસ્ટમાં ગાંઠ, બ્રેસ્ટની સ્કિનમાં ફેરફાર, નિપ્પલમાં ખંજવાળ આવવી.

બ્રેસ્ટ ઈન્ફેક્શન બ્રેસ્ટ કેન્સરનું કારણ નથી, પરંતુ જેટલી વહેલી તકે તેની સારવાર કરવામાં આવે તેટલું સારું. જો તમને તમારા નિપલમાં સોજો કે ઈન્ફેક્શન દેખાય, તો ડૉક્ટરનો સંપર્ક કરો. આ ખરજવું અથવા ડક્ટ એક્ટેસિયાનું સંકેત હોઈ શકે છે.

આ કોઈપણ પ્રકારનું લીકેજ હોઈ શકે છે. તમારા નિપલમાંથી લીકેજ થવાનો અર્થ કેન્સર હોવો જરૂરી નથી. તે ચેપ, હોર્મોનલ ફેરફારો, સ્કિન ઈન્ફેક્શન, બ્રેસ્ટ ઈજા, સ્તનપાન વગેરેને કારણે હોઈ શકે છે. જોકે, જો રક્તસ્ત્રાવ થાય, તો તે ચિંતાનું કારણ બની શકે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
