સોલાર પેનલ બનાવતી ગુજરાતી કંપનીનો ખુલ્યો IPO, ગ્રે માર્કેટમાં પ્રીમિયમ થયું 50 ટકાથી વધારે
જો તમે IPO માં રોકાણ કરી કમાણી કરવા માંગો છો તો ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલર કંપનીનો IPO આજે એટલે કે 11 જાન્યુઆરીએ ખુલ્યો છે. આ આઈપીઓ 52 લાખ શેરનો ફ્રેશ ઈશ્યુ છે. ઓફર માટે પ્રાઈસ બેન્ડ 51-54 રૂપિયા શેર દીઠ નક્કી કરવામાં આવી છે.

જો તમે IPO માં રોકાણ કરી કમાણી કરવા માંગો છો તો ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલર કંપનીનો IPO આજે એટલે કે 11 જાન્યુઆરીએ ખુલ્યો છે. આ આઈપીઓ 52 લાખ શેરનો ફ્રેશ ઈશ્યુ છે. ઓફર માટે પ્રાઈસ બેન્ડ 51-54 રૂપિયા શેર દીઠ નક્કી કરવામાં આવી છે.

આ એક SME કંપનીનો IPO છે અને રોકાણકારો ઓછામાં ઓછા 2,000 ઈક્વિટી શેર અને તેના ગુણાંક માટે બિડ કરી શકે છે. આ IPO 15 જાન્યુઆરીએ બંધ થશે. આ કંપનીની શરૂઆત વર્ષ 2013માં થઈ હતી.

ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલર કંપની મોનોક્રિસ્ટલાઇન અને પોલીક્રિસ્ટલાઇન સોલાર પેનલ્સનું ઉત્પાદન કરે છે અને રહેણાંક, કૃષિ અને વ્યાપારી કાર્યક્રમો માટે એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન સર્વિસિસ પૂરી પાડે છે. ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલાર 18 જાન્યુઆરીએ NSE SME પર લિસ્ટ થવાની સંભાવના છે.

મીડિયા રિપોર્ટ અનુસાર 10 જાન્યુઆરીએ ગ્રે માર્કેટ પ્રીમિયમ 54 રૂપિયાના શેરના ભાવથી વધીને 30 રૂપિયા અથવા 55.5 ટકા થયું છે. GMP અનુસાર શેર 84 રૂપિયાના પ્રીમિયમ પર લિસ્ટ થઈ શકે છે. માર્ચ 2023 ના રોજ પૂરા થયેલા વર્ષ માટે કંપનીએ 94.5 કરોડ રૂપિયાની આવક નોંધાવી હતી, જે એક વર્ષ પહેલા સમયગાળાની તુલનામાં 3.6 ટકા ઓછી છે. નફો 22 ટકા વધીને 3.3 કરોડ રૂપિયા થયો છે.

કંપનીના પ્રમોટરોમાં ચીમનભાઈ રણછોડભાઈ પટેલ, સવિતાબેન ચીમનભાઈ પટેલ અને નિકુંજકુમાર ચીમનલાલ પટેલનો સમાવેશ થાય છે. બીલાઈન કેપિટલ એડવાઈઝર્સ પ્રા.લિ. ઈસ્યુના બુક-રનિંગ લીડ મેનેજર છે. લિન્ક ઈન્ટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ રજિસ્ટ્રાર છે અને માર્કેટ મેકર સ્પ્રેડ એક્સ સિક્યોરિટીઝ છે.
