Gujarat Football: ગુજરાતમાં પહેલીવાર યોજાનાર ફૂટબોલ ક્લબ ચેમ્પિયનશિપમાં કુલ 33 ટીમોમાં 990 ખેલાડીઓ ભાગ લેશે

ગુજરાત ફુટબોલ એસોસિએશને ઉભરતા ખેલાડીઓથી લઇને સીનિયર ખેલાડીઓ માટે ખાસ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. ગુજરાત ફુટબોલે ક્લબ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટના આયોજનની જાહેરાત કરી છે.

Hiren Khalas
| Edited By: | Updated on: Mar 03, 2022 | 6:20 PM
ગુજરાતમાં પહેલીવાર રમાશે ફૂટબોલ ક્લબ ચેમ્પિયનશિપ, જેમાં કુલ 33 ટીમોમાં 990 ખેલાડીઓ ભાગ લેશે અને રાજ્યના 11 શહેરોમાં મેચ રમાશે.

ગુજરાતમાં પહેલીવાર રમાશે ફૂટબોલ ક્લબ ચેમ્પિયનશિપ, જેમાં કુલ 33 ટીમોમાં 990 ખેલાડીઓ ભાગ લેશે અને રાજ્યના 11 શહેરોમાં મેચ રમાશે.

1 / 5
ગુજરાતમાં ક્રિકેટ બાદ ફુટબોલની લોકપ્રિયતા વધી રહી છે. મોટી સંખ્યામાં લોકો ફુટબોલમાં રસ દાખવતા થયા છે અને કારકિર્દી તરીકે આ રમતને પસંદ કરી રહ્યા છે. જેને ધ્યાને રાખીને ગુજરાત ફુટબોલ એસોસિએશને ઉભરતા ખેલાડીઓથી લઇને સીનિયર ખેલાડીઓ માટે ખાસ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. ગુજરાત ફુટબોલે ક્લબ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટના આયોજનની જાહેરાત કરી છે. જોકે આ પહેલીવાર બન્યું છે કે ગુજરાત ફુટબોલે રાજ્યના ખેલાડીઓ માટે ક્લબ કક્ષાની ટુર્નામેન્ટનું આયોજન કર્યું.

2 / 5
ગુજરાત ફૂટબોલ એસોસિએશન જાહેર કરેલી ક્લબ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટની વાત કરીએ તો તેમાં કુલ 3 કેટેગરી બનાવવામાં આવી છે. આ 3 કેટેગરીમાં કુલ 33 ટીમો ભાગ લઇ રહી છે. જેની શરૂઆત 5 માર્ચથી થઇ રહી છે. આ 33 ટીમોમાં કુલ 990 ખેલાડીઓ ભાગ લેશે. મહત્વનું છે કે આ ક્લબ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટથી ગુજરાતના ફૂટબોલરોને રાજ્ય અને નેશનલ કક્ષાએ પહોંચવા માટે એક મોટુ પ્લેટફોર્મ મળશે.

3 / 5
ક્લબ ચેમ્પિયનશિપમાં 3 કેટેગરીમાં કુલ 33 ટીમો ભાગ લઇ રહી છે
ક્લબ ચેમ્પિયનશિપમાં કુલ 33 ટીમોને ત્રણ ભાગમાં વહેચવામનાં આવી છે. જેમાં સીનિયર કેટેગરીમાં 17 ટીમો, જૂનિયર કેટેગરીમાં 9 ટીમો અને સબ જૂનિયર કેટેગરીમાં 7 ટીમો ભાગ લેશે. તમામ ત્રણ કેટેગરીમાં ભાગ લેનાર ગુજરાતના ચાર શહેરો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને ભાવનગર છે. જ્યારે ગાંધીનગર, આણંદ, સુરત અને ભરુચ બે કેટેગરીમાં ભાગ લઇ રહ્યું છે. તો જામનગર, ગોધરા, બનાસકાંઠા અને વાપી એક કેટેગરીમાં ભાગ લઇ રહ્યું છે.

ક્લબ ચેમ્પિયનશિપમાં 3 કેટેગરીમાં કુલ 33 ટીમો ભાગ લઇ રહી છે ક્લબ ચેમ્પિયનશિપમાં કુલ 33 ટીમોને ત્રણ ભાગમાં વહેચવામનાં આવી છે. જેમાં સીનિયર કેટેગરીમાં 17 ટીમો, જૂનિયર કેટેગરીમાં 9 ટીમો અને સબ જૂનિયર કેટેગરીમાં 7 ટીમો ભાગ લેશે. તમામ ત્રણ કેટેગરીમાં ભાગ લેનાર ગુજરાતના ચાર શહેરો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને ભાવનગર છે. જ્યારે ગાંધીનગર, આણંદ, સુરત અને ભરુચ બે કેટેગરીમાં ભાગ લઇ રહ્યું છે. તો જામનગર, ગોધરા, બનાસકાંઠા અને વાપી એક કેટેગરીમાં ભાગ લઇ રહ્યું છે.

4 / 5
આ ટુર્નામેન્ટની તમામ મેચો રાજ્યના 11 શહેરોમાં રમાશે
તો આ ટુર્નામેન્ટ ગુજરાતના 11 શહેરોમાં કુલ 106 મેચ રમાશે. આ 11 શહેરોમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, અંકલેશ્વર, વાપી, ગોધરા, દાંતીવાડા અને આણંદનો સમાવેશ થાય છે. તો સૌથી મહત્વની વાત એ છે કે સીનિયર કેટેગરીમાં ચેમ્પિયન બનનારી ટીમને ભારતમાં રમાતી આઈ-લીગના ક્વોલિફાયર રાઉન્ડમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. આ ટુર્નામેન્ટની ફાઇનલ મે મહિનાના અંતિમ સપ્તાહમાં અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમમાં રમાશે.

આ ટુર્નામેન્ટની તમામ મેચો રાજ્યના 11 શહેરોમાં રમાશે તો આ ટુર્નામેન્ટ ગુજરાતના 11 શહેરોમાં કુલ 106 મેચ રમાશે. આ 11 શહેરોમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, અંકલેશ્વર, વાપી, ગોધરા, દાંતીવાડા અને આણંદનો સમાવેશ થાય છે. તો સૌથી મહત્વની વાત એ છે કે સીનિયર કેટેગરીમાં ચેમ્પિયન બનનારી ટીમને ભારતમાં રમાતી આઈ-લીગના ક્વોલિફાયર રાઉન્ડમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. આ ટુર્નામેન્ટની ફાઇનલ મે મહિનાના અંતિમ સપ્તાહમાં અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમમાં રમાશે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">