Plant In Pot : મોગરાના ફૂલ ઘરે જ ઉગાડો, રૂમ ફ્રેશનરની જરૂર નહીં પડે, જુઓ તસવીરો
મોગરાનું ફૂલ તેની સુગંધ માટે ખૂબ જ લોકપ્રિય છે. આ ફૂલ ભગવાનની પૂજામાં પણ ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે જ મોગરના ફૂલથી ગજરા બનાવવા માટે ઉપયોગ થાય છે. તેમજ અનેક ઔષધીય ગુણો પણ ધરાવે છે.

મોગરાનો છોડ ઘરે ઉગાડવો ખૂબ જ સરળ છે. તમે મોગરાનો છોડને ઉગાડવા માટે નર્સરીમાંથી સારી ગુણવત્તાના બીજ અથવા છોડ લાવી શકો છો.

મોગરાનો છોડ ઉગાડવા માટે સૌથી પહેલા એક કૂંડુ લો. તેમાં સારી ગુણવત્તાની માટી અને છાણિયુ ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ માટીમાં 3-4 ઈંચ ઉંડાઈએ છોડને રોપી તેના પર માટી ઢાંકી દો.

આ છોડને દિવસમાં 2 વાર પાણી આપવુ. પરંતુ ધ્યાન રાખો કે છોડમાં વધારે પાણી ન પડે નહીં તો છોડના મૂળ સડી જશે. તેમજ છોડને 2 થી 3 કલાક સૂર્યપ્રકાશ મળે તેવી જગ્યા પર રાખો. જેથી છોડનો ગ્રોથ સારો થાય.

મોગરાના છોડમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી શકો છો. આ ઉપરાંત તમે લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છો.

મોગરાના છોડમાં મહિનામાં 1 વખત છાણિયુ ખાતર નાખવુ જોઈએ. મોગરાના છોડ પર એક મહિનામાં ફૂલ ઉગવા લાગશે. (આ માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવે છે.આ અંગે કૃષિ નિષ્ણાતોની સલાહ લેવી )
